ભારતીય મહિલા ટીમ જૂનના અંતમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર, બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ અને ત્રણ મેચની ODI સિરીઝ રમાશે. ઈંગ્લેન્ડ સામેની આગામી મર્યાદિત ઓવરોની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે.
પાંચ મેચની T20 સિરીઝ 28 જૂનથી શરૂ થઈ રહી છે. ODI સિરીઝની પહેલી મેચ 16 જુલાઈએ રમાશે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાશે.
ઈંગ્લેન્ડ સામેની વનડે અને T20 સિરીઝ માટે અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌરને કેપ્ટન બનાવવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાનાને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં, ઈંગ્લેન્ડના આ પ્રવાસ પર, ટીમ ઈન્ડિયા બંને ફોર્મેટમાં સિરીઝ જીતવા માંગશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર આ ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. આ સિરીઝમાં તે ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
શ્રેયંકા પાટિલ અને રેણુકા સિંહને ન મળ્યું સ્થાન
ODI અને T20 ટીમની વાત કરીએ તો, ત્યાં કોઈ મોટો ફેરફાર થયો નથી, શ્રેયંકા પાટિલ અને રેણુકા સિંહ જેવા સ્ટાર ખેલાડીઓ હજુ પણ ઈજાને કારણે ટીમની બહાર છે. WPLમાં RCB તરફથી રમનારા બંને ખેલાડીઓ ઈજાને કારણે ત્રિકોણીય સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ ન હતા. હવે જોવાનું એ રહે છે કે આ ખેલાડીઓ આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડકપ માટે ફિટ થશે કે નહીં. T20 ટીમની વાત કરીએ તો, શેફાલી વર્મા અને સ્નેહા રાણાને ટીમમાં સ્થાન મળ્યું છે.
ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ
T20 ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરાણી, શુચિ ઉપાધ્યાય, અમનડજોત કૌર, ક્રાંતિ ગોડ, સયાલી સાતઘરે.
ODI ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરણી, શુચિ ઉપાધ્યાય, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌર, સયાલી સતઘરે.


