IPL 2025 પ્લેઓફ ટિકિટ સુરક્ષિત થતાં, RCB ટીમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેના આ ફાસ્ટ બોલરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેમ્પમાં પ્રવેશ કર્યો છે. નામ છે બ્લેસિંગ મુજરબાની.
લુંગી એન્ગીડીના સ્થાને બ્લેસિંગનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ફરજને કારણે એન્ગીડી 26 મે પહેલા RCB છોડીને દક્ષિણ આફ્રિકા પરત ફરશે. KKR એ રોવમેન પોવેલની જગ્યાએ મધ્યપ્રદેશના સ્પિન બોલર શિવમ શુક્લાને પણ પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. પરંતુ KKR પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.
RCBની ટીમમાં જોડાયો ખતરનાક બોલર
ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુજરબાનીએ આરસીબી કેમ્પમાં પ્રવેશ કર્યો છે. લુંગી એન્ગીડીના સ્થાને મુજરબાનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એન્ગીડી 26 મે પહેલા દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. આ પરિસ્થિતિમાં, બ્લેસિંગને RCB માટે પ્લેઓફ મેચોમાં રમતા જોઈ શકાય છે. બ્લેસિંગને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઘણો અનુભવ છે.
તેને અત્યાર સુધીમાં કુલ 70 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેને કુલ 78 વિકેટ લીધી છે અને તેની ઈકોનોમી પણ 7.02 રહી છે. આનો અર્થ એ થયો કે આ ફોર્મેટ ઝિમ્બાબ્વેના બોલરને ખૂબ અનુકૂળ આવે છે અને તે RCB માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
KKR એ પણ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી કોલકાતા નાઈટ રાઈડર્સે પણ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. KKR એ રોવમેન પોવેલના સ્થાને મધ્યપ્રદેશના સ્પિન બોલર શિવમ શુક્લાને ટીમમાં સામેલ કર્યો છે. શિવમને 30 લાખ રૂપિયા ખર્ચીને KKRની ટીમમાં ઉમેરવામાં આવ્યો છે. કોલકાતાએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 13 મેચ રમી છે, જેમાંથી ટીમે 5 જીતી છે અને 6 હારનો સામનો કર્યો છે. ટીમ 25 મેના રોજ તેની છેલ્લી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરશે.


