IPL 2025માં, હાલમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન ગિલે પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ પછી ગુજરાત માટે મોહમ્મદ સિરાજે પહેલી ઓવર ફેંકી. આ પછી બીજી ઓવર અરશદ ખાને ફેંકી. આ ઓવરમાં, તે બોલિંગ કરતી વખતે બે વાર પડી ગયો.
પહેલા જ બોલ પર પડી ગયો અરશદ ખાન
જ્યારે અરશદ ખાન બોલિંગ શરૂ કરવા આવ્યો ત્યારે તેના પગ ક્રીઝ પર યોગ્ય રીતે ન હતા અને તે લપસી ગયો. આ પછી તે ઘૂંટણ ઘસતો ચાલ્યો ગયો. તેને ખભામાં પણ ઈજા થઈ હતી. તે પીડાથી કણસતો હતો. એવું લાગતું હતું કે તે મેદાનની બહાર નીકળી જશે, પરંતુ થોડી વાર પછી તેને બોલિંગ શરૂ કરી અને બધાએ રાહતનો શ્વાસ લીધો. આ પછી તેને પહેલો બોલ વાઈડ ફેંક્યો.
પડ્યા પછી પણ ઓવર કરી પૂર્ણ
પછી ફરી ચોથા બોલ પછી અરશદ ખાન પડી જાય છે. આ પછી ફિઝિયો તેને જોવા માટે બહારથી આવે છે. પછી ગ્રાઉન્ડ્સમેનોએ લેન્ડિંગ સ્પોટ પાસે થોડી માટી નાખી. ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ પણ તેને મદદ કરે છે અને પછી અરશદ ફરીથી બોલિંગ કરવા માટે તૈયાર થાય છે. બે વાર પડ્યા પછી પણ તેને પોતાની ઓવર પૂરી કરી અને ફક્ત 13 રન આપ્યા.
ત્રીજી વખત પ્લેઓફમાં પ્રવેશ્યું ગુજરાત
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ગુજરાત ટાઈટન્સની ટીમે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાંથી તેને 9 મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. 18 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ પ્લસ 0.795 છે. ગુજરાતે ત્રીજી વખત પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે.
ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા.


