ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ 2025 માટે BCCIએ ટીમ ઇન્ડિયા અને નવા કપ્તાનના નામની જાહેરાત કરી છે. શુભમન ગીલ ટેસ્ટ સિરીઝમાં કપ્તાનનું પદ સંભાળશે. તો રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ઇન્ડિયા સાથે રમાનાર પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું સ્કોડ જાહેર કરાયુ છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યા બાદ શુભમન ગીલને ટીમનું સુકાની પદ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત રિષભ પંતને વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
શમી-શ્રેયસ ઐયરને તક ન મળી
IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહેલા સાઈ સુદર્શન અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. લાંબા સમય પછી વાપસી કરી રહેલા કરુણ નાયરની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફિટનેસના કારણોસર ટીમમાં સ્થાન મળ્યું નથી. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. શ્રેયસ ઐયર આ ટીમનો ભાગ નથી. જ્યારે સરફરાઝ ખાનને પણ સ્થાન મળ્યું નથી.
BCCIએ કરી જાહેરાત
ટીમ પસંદગી માટેની બેઠક મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્યાલયમાં યોજાઈ હતી. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિના સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદમાં અજિત અગરકરે ભારતીય ટીમની જાહેરાત કરી. પત્રકાર પરિષદમાં શિવ સુંદર દાસ પણ હાજર હતા.
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈસવરાહ, મોહમ્મદ જૈશ્વરન, બ્રહ્મરાજ, બ્રહ્મસમાજ પ્રસિદ્ધ કૃષ્ણ, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ઇંગ્લેન્ડમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ નથી સારો
ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ સામે તેમના ઘરે 67 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે ફક્ત 9 ટેસ્ટ જીતી છે. જ્યારે તેને 36 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 22 મેચ ડ્રો પણ થઈ હતી. ઈંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે એમએસ ધોનીનો રેકોર્ડ સૌથી ખરાબ હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 9 ટેસ્ટ મેચમાંથી ફક્ત એક જ જીત મેળવી હતી. જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


