આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં, LSG ના ઓપનર મિચેલ માર્શે ઈતિહાસ રચ્યો છે. આરસીબી સામેની મેચમાં માર્શે માત્ર 37 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ સાથે તેને બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
મિચેલ માર્શના નામે સૌથી વધુ પચાસથી વધુનો સ્કોર
મિચેલ માર્શે બેંગ્લુરુ સામેની 67 રનની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સિઝનમાં આ તેનો સાતમો 50 થી વધુનો સ્કોર હતો. માર્શ હવે એક જ IPL સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી વધુ 50 થી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
મિચેલ માર્શે બનાવ્યા સૌથી વધુ રન
મિચેલ માર્શે IPL 2025 ની 13 મેચોમાં 627 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, મિચેલ માર્શની એવરેજ 48.23 અને સ્ટ્રાઈક રેટ 163.71 હતો. માર્શ હવે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો. રાહુલે IPL 2022 માં લખનૌ માટે 616 રન બનાવ્યા હતા.
લખનૌ માટે એક સિઝનમાં સૌથી વધુ રન
627 – મિશેલ માર્શ (2025)
616 – કેએલ રાહુલ (2022)
520 – કેએલ રાહુલ (૨૦૨૪)
524 – નિકોલસ પૂરન (2025)
508 – ક્વિન્ટન ડી કોક (2022)
લખનૌ માટે એક સિઝનમાં સૌથી વધુ 50 થી વધુ સ્કોર
7 – મિશેલ માર્શ (2025)
6 – કેએલ રાહુલ (2022)
5 – એડન માર્કરામ (2025)
5 – નિકોલસ પૂરન (2025)
રિષભ પંતે ફટકારી ધમાકેદાર સદી
IPL 2025 માં સતત ટીકાઓનો સામનો કરી રહેલા રિષભ પંતે છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. રિષભ પંતે બેંગ્લુરુ સામે 61 બોલમાં 118 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી 11 ચોગ્ગા અને 8 છગ્ગા લાગ્યા. તમને જણાવી દઈએ કે લખનૌએ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ પંતના બેટમાંથી રન આવી રહ્યા ન હતા. આ કારણે તેમની ઘણી ટીકા થઈ રહી હતી. હવે પંતે પોતાના બેટથી બધાને જવાબ આપી દીધો છે.


