સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
ત્રણ દિવસ કેમ્પ માં ૪૪ દર્દીઓને વિવિધ સાધનો અર્પણ કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સાસ્કૃતિક,સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર (લંડન) રાજ રાજેશ્વર ગુરૂ ના સયુંકત ઉપક્રમે તા.૧/૦૮/૨૦૨૬ થી ૩/૦૮/૨૦૨૬ ના રોજ આ જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ ૪૪ દર્દીઓ એ લાભ લીધો જેમાં કેલીપર્સ નાં દર્દી ૨૧-(લેગ) પગ નાં દદી ૧૭ અને રીપેરીંગ ૦૬ દર્દી વિનામૂલ્યે લાભ લીધો.સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને રાજ રાજેશ્વર ગુરૂ જણાવ્યા અનુસાર,આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ રાજ રાજેશ્વર ગુરૂ ના અને કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ. આ કેમ્પ ને સફળ બનાવવા માટે શ્રી દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે તથા સરગમ કલબના કમિટી મેમ્બર અનવરભાઈ ઢેબા, કનૈયાલાલ ગજેરા, તેમજ, કૈલાશબા વાળા, આશાબેન ભૂછ્ડા, સુધાબેન દોશી,જયશ્રીબેન વ્યાસ, હર્ષાબેન કથ્રેચા, મિતલબેન ચગ, દિવ્યાબેન ઉમરણીયા, વગેરે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ માં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરે સેવા આપેલ આવનારા તમામ દર્દી ઓને વિના મુલ્યે ચા પાણી આપવામાં આવેલ. આગામી કેમ્પ તા.૧/૦૯/૨૦૨૬ નાં રોજ ૩ દિવસ માટે યોજાશે.


