રોહિત શર્માના ભવ્ય ટેસ્ટ કપ્તાનીના વારસાને આગળ વધારવાની જવાબદારી હવે શુભમન ગિલને સોંપવામાં આવી છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટના આ નિર્ણય બાદ, હવે ગિલના બાળપણના મિત્રએ શુભમન ગિલની નવી જવાબદારી અંગે એક નિવેદન આપ્યું છે.
શુભમન ગિલનો ખાસ મિત્ર કોણ?
બાળપણના મિત્રો હમેશા એક બીજાની બધીજ ખાસ વાતો જાણતા હોય છે. ખાસ કરીને એવો મિત્ર જે બાળપણથી રમ્યા હોય અને સાથે રહ્યા હોય. આજે આપણે અહિયાં શુભમન ગિલના એક એવા મિત્ર વિશે વાત કરવાની છે જેમના નિવેદન પછી ગૌતમ ગંભીરે ચોક્કસથી ખુશ થવું જોઈએ. શુભમન ગિલનો તે મિત્ર કોણ છે? તો તે મિત્ર નું નામ છે અભિષેક શર્મા છે, જે શુભમન ગિલની જેમ જ ભારત માટે રમે છે.
ગિલને ટેસ્ટ કેપ્ટનશીપ મળવા પર અભિષેકે શું કહ્યું?
બાળપણથી ગિલ અને અભિષેક સાથે રમત આવ્યા છે અને આ વાતનો ઉલ્લેખ તેઓ ઘણી વાર મીડિયા સમક્ષ પણ કરી ચૂક્યા છે. બંને એક જ ગુરુના શિષ્યો પણ છે, જેનું નામ યુવરાજ સિંહ છે. અને એટલા માટેજ શુભમન ગિલને અભિષેક શર્મા ખુબજ સારી રીતે સમજી શકે છે. તેથી, જ્યારે તેમને શુભમન ગિલને ટીમ ઇન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશીપ આપવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બેબાકીથી પોતાની વાત રજૂ કરી.
અભિષેક શર્માનું નિવેદન
અભિષેક શર્માએ કહ્યું કે ગિલનું ટેસ્ટ કેપ્ટન બનવું એ ખુંબજ મોટી વાત છે. શુભમન ગિલને કેપ્ટન તરીકે જોવો એ ખબજ ગર્વની વાત છે. બાળપણના મિત્રો સાથે ક્રિકેટ રમ્યા, સાથે સપના જોયા જે હવે પૂરા થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ગિલ ત્રણેય ફોર્મેટમાં એક ઉત્તમ ખેલાડી છે. ટીમ ઈન્ડિયાની કમાન યોગ્ય હાથમાં છે.


