લખનઉમાં 8 જૂને સમાજવાદી પ્રાટીના સાંસદ પ્રિયા સરોજ સાથે ક્રિકેટર રિંકુ સિંહની સગાઇ થવાની છે. આ કાર્યક્રમ લખનઉની એક હોટલમાં થશે જેમાં પરિવાર અને નજીકના સગાઓ હાજર રહેશે. આ જ વર્ષે ક્રિકેટર અને સાંસદનો સંબંધ નક્કી થયો હતો. હવે બંનેની સગાઇ થશે.
મછલીશહેરથી સાંસદ છે રિંકુની મંગેતર
રિંકુની મંગેતર સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ છે. 26 વર્ષની સરોજે 2024માં લોકસભાની ચૂંટણીમાં મછલીશહેર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરપથી ટીકીટ મેળવી હતી. તેમણે બીપી સરોજને 35850 મતથી હરાવ્યા હતા. પ્રિયા સરોજનો જન્મ 23 નવેમ્બર 1998માં વારાણસીમાં થયો હતો.
3 વખત સાંસદ રહી ચુક્યા છે પ્રિયાના પિતા તૂફાની સરોજ
પ્રિયાએ તેનો શાળાનો અભ્યાસ દિલ્હી સ્થિત એટર ફોર્સ ગોલ્ડન જ્યુબલી ઇસ્ટીટ્યુટમાં કર્યો છે. ત્યારબાદ તેણે દિલ્હી વિશ્વવિદ્યાલયથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. નોએડાના એમટી વિશ્વવિદ્યાલયથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. પ્રિયાના પિતા તૂફાની સરોજ 3 વખત લોકસભામાં સાંસદ રહી ચુક્યા છે. તૂફાની સરોજ હાલ કેરાકટ સીટ પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.
બહેનપણીના કારણે રિંકુ સાથે થઇ પહેલી મુલાકાત
પ્રિયા સરોજ એક બહેનપણીના માધ્યમથી રિંકુને મળી હતી. પ્રિયાની સહેલીના પિતા ક્રિકેટર હોવાથી રિંકુને ઓળખતા હતા આ રીતે બંને વચ્ચે મુલાકાત થઇ. પ્રિયા સરોજ સૌથી નાની યુવા મહિલા સાંસદ છે. પ્રિયા જ્યારે લોકસભામાં ચૂંટાઇ તો તેની ઉમર 25 વર્ષ 6 મહિના અને 12 દિવસ હતી.
લગ્નની ચર્ચા પર શરૂઆતના સમયે કેરાકટ સીટના સાંસદ અને પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજે કહ્યુ હતુ કે બને પરિવાર વચ્ચે અલીગઢમાં મુલાકાત થઇ હતી. અને નક્કી થયુ હતુ કે આઇપીએલ પછી લગ્ન થશે. હવે રિંકૂ અને પ્રિયા 8 જૂને સગાઇ કરવાના છે અને 18 નવેમ્બરની આસપાસ બનારસમાં સાત ફેરા લેશે અને પવિત્ર બંધનમાં બંધાઇ જશે.


