IPLની આ સિઝનમાં સૂર્યકુમાર યાદવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે અને જૂના તોડી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ આ વર્ષે IPLમાં એક પણ વાર 25 થી ઓછા સ્કોર પર આઉટ થયો નથી.
આ દરમિયાન સૂર્યકુમાર યાદવે RCBના વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક એબી ડી વિલિયર્સનો 9 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હવે સૂર્યકુમાર યાદવ નંબર વન સ્થાન પર પહોંચી ગયો છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 44 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
સૂર્યકુમાર યાદવે આ સિઝનમાં કરી શાનદાર બેટિંગ
IPLની શરૂઆતથી જ એવું જોવા મળ્યું છે કે ઓપનરો પાસે રન બનાવવાની મહત્તમ તક હોય છે. પરંતુ જો કોઈ બેટ્સમેન ઓપનિંગ કર્યા વિના 700 થી વધુ રન બનાવે તો તેને ચમત્કાર કહેવાશે. આ વખતે, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યકુમાર યાદવે ક્યારેક ત્રીજા નંબરે તો ક્યારેક ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો, પરંતુ દરેક વખતે તેની બેટિંગમાં એ જ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું.
સૂર્યકુમાર યાદવે એબી ડી વિલિયર્સનો તોડ્યો રેકોર્ડ
RCBના એબી ડી વિલિયર્સના નામે IPLમાં નોન-ઓપનર તરીકે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો. વર્ષ 2016માં એબી ડી વિલિયર્સે 16 ઈનિંગ્સમાં બેટિંગ કરતા 687 રન બનાવ્યા હતા. ત્યારથી કોઈ આ રેકોર્ડ તોડી શક્યું નથી.
2016 માં એબી ડી વિલિયર્સે 52.84 ની એવરેજ અને 168.79 ના સ્ટ્રાઈક રેટથી 687 રન બનાવ્યા. પરંતુ હવે સૂર્યકુમાર યાદવે તેમને પાછળ છોડ્યો છે. તેને 700 થી વધુ રન બનાવ્યા છે. RCB ટીમ આ વર્ષે IPLની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ત્યાં તેને ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ પહેલીવાર IPL ટાઈટલ જીતવાથી ચૂકી ગઈ હતી.
સૂર્યકુમાર યાદવે 700 થી વધુ રન બનાવ્યા
સૂર્યાએ આ વર્ષે IPLમાં 700 થી વધુ રન બનાવ્યા છે અને તેની એવરેજ લગભગ 68 છે. તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 167 છે. સૂર્યાએ આ વર્ષે અત્યાર સુધીમાં 5 અડધી સદી ફટકારી છે. દર વખતે તેને પોતાના બેટથી ઓછામાં ઓછા 25 રન બનાવ્યા છે. આ પણ સૂર્યકુમાર યાદવે એક રેકોર્ડ બનાવ્યો છે. જે અત્યાર સુધી ફક્ત IPLમાં જ નહીં પરંતુ કોઈપણ T20 ટુર્નામેન્ટમાં બન્યું નથી.


