IPL 2025માં ક્વોલીફાયર-2માં પંજાબ કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ હારીને મુંબઇએ પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો અને 204 રનનો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટને પંજાબે 19 ઓવરમાં પૂરો કરીને 5 વિકેટથી જીત મેળવી લીધી.
પંજાબ કિંગ્સે 5 વિકેટે મેચમા વિજય મેળવી લીધો
મુંબઇ ઇન્ડિયન્સે આપેલા 204ના લક્ષ્યાંકને પંજાબ કિંગ્સે કમાલની બેટિંગ કરીને 19 ઓવરમાં લક્ષ્યાંક પૂરો કરી દીધો અને 5 વિકેટથી મેચ જીતી લીધી. પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે 87 રનમાં અણનમ રહીને પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી દીધી. પંજાબના જોસ ઇગ્લિંસ 21 બોલ પર 38 રન કરીને , પ્રિયાંશ આર્યાએ 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થયા. નેહાલ વડેરાએ 29 બોલ પર 48 રન કરીને મહત્ત્વની ભૂમિકા નિભાવી, જેનાથી પંજાબને જીત મેળવવી ખુબ સરળ બની ગઇ.
શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કર્યુ
પંજાબ કિંગ્સના જીતના અસલી હીરો તો કેપ્ટન શ્રેયસ અય્યરને ગણાવી શકાય, તેણે તોફાની મેચ રમીને ટીમને જીત અપાવી અને ફાઇનલ સુધી પહોચાડી દીધા. 11 વર્ષ પછી કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં પંજાબે ફાઇનલ માટે ક્વોલીફાય કર્યુ. શ્રેયસ અય્યરે 41 બોલ પર 87 રનની તોફાની શ્રેણી રમી જેમાં 5 ચોગા અને 8 સિક્સનો સમાવેશ થાય છે.
મુંબઇ ઇન્ડિયન્સે 204નો લક્ષ્યાંક આપ્યો હતો
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા. મુંબઇની વાત કરીએ તો રોહિત શર્માએ ફક્ત 8 રન બનાવ્યા, બીજી વિકેટમાં જોની બેયરસ્ટો અને તિલક વર્માએ સારી એવી પાર્ટનરશીપ કરી અને અડધી સદીની ભાગીદારી કરી દીધી. બેયરસ્ટોએ 24 બોલમાં 38 રન બનાવ્યા તો તિલક વર્માએ 29 બોલમાં 44 રન બનાવી આઉટ થયો. સૂર્યકુમાર યાદવે 26 બોલ પર 44 રન બનાવ્યા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 15 રન બનાવ્યા નમન ધીરે 37 રન બનાવ્યા રાજ બાવાએ 8 રન બનાવી અણનમ રહ્યો. આ રીતે મુંબઇએ 6 વિકેટ ગુમાવી 203 રન બનાવ્યા.


