Australiaના સ્ટાર બેટ્સમેને અચાનક એક મોટો નિર્ણય લીધો છે. આ ખેલાડીએ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ખેલાડીએ પોતાના 13 વર્ષના ODI કારકિર્દીમાં બે વાર વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.
ગ્લેન મેક્સવેલે નિવૃત્તિ જાહેર કરી
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનના અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે અચાનક ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી લેતા તેના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 36 વર્ષીય મેક્સવેલે પોતાના 13 વર્ષના ODI ક્રિકેટ કરિયરમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. ગ્લેન મેક્સવેલે એની શાનદાર બેટિંગથી ઓસ્ટ્રેલિયાને બે વાર (2015 અને 2023) ODI વર્લ્ડ કપ જીતવામાં ખાસ મદદ પણ કરી હતી. જોકે ગ્લેન મેક્સવેલે આચનકજ ODI ક્રિકેટ ફોર્મેટને અલવિદા કહી દીધું છે, તે હવે T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.
મેક્સવેલનો શાનદાર ઇતિહાસ
મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી 149 વનડે મેચ રમી છે , જેમાં તેમણે 33.81 ની સરેરાશથી 3990 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 4 સદી અને 23 અડધી સદી ફટકારી છે. તેનો સૌથી મોટો રેકોર્ડ 2023 ના વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 201 રનની અણનમ ઇનિંગ હતી એ રહ્યો હતો, જેને વનડે ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગમાંની એક માનવામાં આવે છે. મેક્સવેલે બોલિંગમાં પોતાની કારકિર્દીમાં 77 વિકેટ લીધી.
મેક્સવેલે પોતાની નિવૃત્તિ વિશે શું કહ્યું?
નિવૃત્તિની જાહેરાત કરતા મેક્સવેલે કહ્યું, ‘મને લાગ્યું કે હું ટીમને થોડો નિરાશ કરી રહ્યો છું, ઉમરને કારણ કે શરીર પણ પરિસ્થિતિ અનુસાર હવે જવાબ આપી રહ્યું છે. મેં ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોના અધ્યક્ષ જ્યોર્જ બેઇલી સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે મારા આવનારા ભવિષ્ય માટે તેમના શું વિચારો છે. તેના જવાબમાં 2027 વર્લ્ડ કપ વિશે તેમણે વાત કરી અને તેમને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મારી જગ્યાએ નવા આવનારા ખેલાડીઓને સ્થાન મળે જેથી તેઓ આ પદ પર રહી શકે અને પોતાનું નામ બનાવી શકે.


