લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ૬૦ વર્ષની સફર ફરીથી જીવંત બનશે
રવિવારે છ દાયકામાં અભ્યાસ કરી ચૂકેલા છાત્રોનું રિયુનિયન સંમેલન યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી મહાત્મા ગાંધી ચેસ્ટિબલ ટ્રસ્ટ સંચાલિત લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક વિદ્યાલય (ગુજરાતી માધ્યમ), રાજકોટ દ્વારા શાળાના સુવર્ણ ઇતિહાસને ઉજવવા માટે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 9 ઓગસ્ટ, 2026, રવિવારના રોજ સાંજે 4:30 કલાકે શાળાના કેમ્પસ ખાતે “Reunion 2026” નો કાર્યક્રમ યોજાશે.
ટ્રસ્ટી ડૉ. અલ્પનાબેન ત્રિવેદી (હેલિબેન), શિક્ષકો અને વિધાર્થીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં શાળાની સ્થાપનાથી આજદિન સુધીની (૧૯૬૫ થી ૨૦૨૬) અંદાજે 60 વર્ષની તમામ બેચના પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોને એક જ મંચ પર લાવવાનો ભવ્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂની યાદોને તાજી કરવા અને ગુરુ-શિષ્યના સંબંધને ફરી જીવંત કરવાનો આ એક અનોખો અવસર છે.
જેમાં ટ્રસ્ટી તથા ભુતપૂર્વ પ્રિન્સીપાલો અને હાલના પ્રિન્સીપાલની હાજરીમાં દિપ-પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમની શરુઆત કરવામાં આવશે. જેમાં કેમ્પસ ટુર, જુના શિક્ષકો અને પૂર્વ વિધાર્થીઓનું સન્માન, બેચવાઈસ ઇન્ટ્રોડકશન. ગ્રુપ ફોટોગ્રાફી, ડી.જે / ગરબા અને ડીનરનું આયોજન રાખવામાં આવેલ છે.
આ યાદગાર સંમેલનમાં જોડાવા ઇચ્છુક તમામ પૂર્વ વિધાર્થીઓને સમયસર નોંધણી કરાવા વિનંતી છે. નોંધણી/માહિતી માટે પ્રકાશ ખગ્રામના મો: +91 99791 76216 પર સંપર્ક કરવા ઓનલાઇન નોંધણી માટે https://forms.gle/LDKyrAo1gfvrAN5a6 લીંકનો ઉપયોગ કરવા યાદીમાં જણાવ્યું છે.
લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય રીયુનિયન 2026 ના આયોજન ને સફળ બનાવવા આચાર્યા માલતીબેન ચૌહાણ પૂર્વ આચાર્યા નીતાબેન વ્યાસ, દિવ્યેશ રાણપરા, દીપેન રાણપરા, પ્રકાશ ખગ્રામ, ભુપેન્દ્ર બેશ, શ્વેતા બેશ, પ્રતિક ગાંધી, મૌલિ. હેરમા, જુગલ રાણપરા, નિખિલ સંઘાણી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


