આજની ફાઇનલ મેચમાં પંજાબના કેપ્ટન શ્રેયસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચ અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાલ હાઇ વૉલ્ટેજ ડ્રામા મેચ ચાલી રહી છે.
એબી ડિવિલિયર્સની જાદુની જપ્પી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાયેલ મેચમાં શ્રેયસે ટોસ જીતીને બાજી મારી છે. મેચ શરૂ થતાં પહેલા વિરાટ કોહલીને એના એક ખાસ અને જૂના મિત્રએ મળીને જાદુની જપ્પી આપી છે. અહિયાં વાત થઈ રહી છે કોહલીના ખાસ મિત્ર એવા એબી ડિવિલિયર્સની, જેમને વિરાટ કોહલીને વચન આપ્યું હતું કે પોતે ફાઇનલમાં ત્યારેજ આવશે જ્યારે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રમતી હશે. વિરાટને કરેલ વાયદા મુજબ એબી ડિવિલિયર્સ વિરાટને મળવા અમદાવાદ આવી ચૂક્યા છે, અને મેચ નિહાળીને પોતાની ટીમનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે.
વિરાટ વચન પૂરું કર્યું
એબી ડિવિલિયર્સ વિરાટના જૂના મિત્ર રહી ચૂક્યા છે. વિરાટ કોહલીને તેમને એક વિરાટ કહી શકાય એવું વચન આપ્યું હતું, જે પૂરું કરવા માટે મેદાન પર આવીને વિરાટ કોહલીને જાદુની જપ્પી આપી થોડી વાર સુધી વાતો પણ કરી હતી. એબી ડિવિલિયર્સના આઈપીએલ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે 11 સિજન રમી ચૂક્યા છે. જેમાંથી બે વાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી, પણ ટ્રોફી પોતાના નામે કરવામાં અસફળ રહી હતી.