IPL 2025માં 18 વર્ષ પછી એક ઐતહાસિક ક્ષણ જોવા મળી છે. જ્યારે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત મેળવી છે. આગળની રાત્રે મંગળવારે પંજાબ કિંગ્સ સાથે RCB ફાઈનલમાં ઉતરીને વિજય મેળવ્યો. વિરાટ કોહલીની આ ટ્રોફી સાથેની મુવમેન્ટ સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહી છે. આ તમામની વચ્ચે સુપર સ્ટાર આમિરખાને વિરાટ કોહલીને ખાસ એવોર્ડ આપ્યો છે. તેમણે સચિન ટેંડુલકર પછી વિરાટ કોહલીને પરફેક્શનિસ્ટ ગણાવ્યા છે.
આમિર ખાને કરી મેચની કમેન્ટ્રી
સુપરસ્ટાર આમિરખાન આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘સિતારે જમીન પર’ ને લઈને ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મ 20 જૂનના દિવસે થિયેટરમાં રિલીઝ થશે. આ તમામની વચ્ચે IPL 2025ના ફાઈનલ મેચમાં આમિરખાન ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાની સાથે મળીને લાઈવ હીંદી અને બોજપુરીમાં કમેન્ટ્રી કરતા જોવા મળ્યા હતા.
વિરાટ કોહલની આપ્યો એવોર્ડ
કમેન્ટ્રી દરમિયાન જ્યારે સુરેશ રૈનાએ આમિરખાનને ઈન્ડિયન ક્રિકેટર્સમાં એક પરફેક્શનિસ્ટ પસંદ કરવા માટે કહ્યું તો સુપરસ્ટારે RCB અને મુંબઈ ઈન્ડિયન્સના વખાણ કર્યા. આમિરે કહ્યું કે હું સચિન ટેંડુલકરને પરફેક્શનિસ્ટ કહેતા હતા. મને લાગે છે કે વિરાટ કોહલી પણ પરફેક્શનિસ્ટ છે.
રવિ કિશને કર્યુ પ્રમોશન
મેચ કમેન્ટ્રઈ દરમિયાન રવિ કિશન પણ આમિર ખાનની સાથે કમેન્ટ્રી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે સુપર સ્ટારની અપકમિંગ ફિલ્મ ‘સિતારે જમીન પર’ ના વખાણ કર્યા. તેમણે ભોજપુરમાં ફિલ્મને પ્રમોટ કરતા કહ્યું કે હું પુરા ભારતને કહેવા માંગુ છું કે હવે સિતારે જમીન પર આવી રહ્યું છે. તેમણે મારા જેવા સિતારાઓને સાંસદથી ફિલ્મમાં પાચા બોલાવ્યા છે. તેઓ મારા જેવા માણસને ઓસ્કાર પણ અપાવી શકે છે.