ઈંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડીઝ સામે લિમિટેડ ઓવરો ફોર્મેટની સિરીઝ રમી રહી છે, જેમાં તેને ત્રણ મેચની વનડે સિરીઝને 3-0થી જીતી, જ્યારે હવે તેને 6 જૂનથી 3 મેચની T20 સિરીઝ રમવાની છે.
આ સિરીઝ માટે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પહેલાથી જ પોતાની ટીમની જાહેરાત કરી દીધી હતી, જેમાં આક્રમક ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટનું નામ પણ સામેલ હતું, પરંતુ હવે તેને આ સિરીઝમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું છે.
ફિલ સોલ્ટે કેમ લીધું નામ પરત?
IPL 2025 સીઝનમાં ફિલ સોલ્ટના બેટનો જાદુ જોવા મળ્યો જેમાં તેને RCB ટીમને વિનર બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સોલ્ટને ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે થનારી T20 સિરીઝમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું છે. સોલ્ટ આ અઠવાડિયાની શરૂઆતમાં પિતા બન્યો હતો, ત્યારબાદ તેને ECB ને આ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચવાની વિનંતી કરી હતી, જેને બોર્ડે સ્વીકારી લીધી હતી.
IPL 2025 માં RCB માટે સૌથી વધુ રન બનાવવાના મામલે ફિલ સોલ્ટ વિરાટ કોહલી પછી બીજા ક્રમે હતો, જેમાં તેને 13 મેચમાં 33.58 ની એવરેજથી 403 રન બનાવ્યા હતા, જ્યારે તેના બેટમાંથી 4 અડધી સદીની ઈનિંગ્સ પણ જોવા મળી હતી.
આ ખેલાડીને મળી તક
ફિલ સોલ્ટે પોતાનું નામ પાછું લઈ લીધા બાદ, ECB એ હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝ માટે તેમના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન જેમી સ્મિથને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સિરીઝની પહેલી મેચ 6 જૂને ચેસ્ટર લી સ્ટ્રીટ ખાતે રમશે, બીજી T20 મેચ 8 જૂને બ્રિસ્ટોલમાં રમાશે, જ્યારે સિરીઝની ત્રીજી T20 મેચ 10 જૂને સાઉથમ્પ્ટન ખાતે રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ
હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહમદ, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, જેમી સ્મિથ, લ્યુક વુડ.