ભારતીય ક્રિકેટર રિંકૂ સિંહ અને સપા સાંસદ પ્રિયા સરોજની આજે લખનઉમાં સગાઇ છે. શહેરની 5 સ્ટાર હોટલ ધ સેન્ટ્રલમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે. પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પીયુષ ચાલવા અને રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ પહોંચી ગયા છે. રિંકૂ સિંહ પોતાના પરિવાર સાથે મોડી રાત્રે હોટલ પહોંચી ગયા છે. પરિવાર સાથે સમય વિતાવતા નજર આવ્યો ખેલાડી.
5 સ્ટાર હોટલ ધ સેન્ટ્રલમાં સગાઇ માટે 15 રૂમ બુક કરવામાં આવ્યા છે. 5 રૂમમાં રિંકૂના મિત્રો માટે તૈયાર કરવામા આવ્યા છે. રિંગ સેરેમનીમાં અખિલેશ, ડિંપલ યાદવ, પ્રિયાની સાંસદ મિત્ર ઇકરા હસન આવશે. રિંગ સેરેમનીમાં ખાસ સિક્યોરિટી રાખવામાં આવી છે. 300 મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવશે. પાસમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવેલ છે.
રિંકૂ-પ્રિયાની ફેવરિટ ડીશ પીરસાશે
મહેમાનોને ખાસ લખનઉ ભોજન ખવડાવી સરભરા કરવામાં આવશે. મુક્ય હોલમાં 300થી વધારે લોકોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે. 12×16 ફૂટનું ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યુ છે. રિંકૂ-પ્રિયાની ખાસ ડીસ બધાને ખવડાવાશે અને મહેમાનગતિ કરવામાં આવશે.
મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવશે
રિંગ સેરેમનીમાં આવેલા મહેમાનોની ખાસ કાળજી લેવામાં આવશે. વીવીઆઇપી મહેમાનોની મહેમાનગતિમાં કોઇ કચાશ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સ્પેશિયલ સિક્યોરિટી ટીમ એલર્ટ મોડ રહેશે. હોટલની આસપાસ પ્રાઈવેટ અને પોલીસની કાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
હોટલના ચેરમેને જણાવ્યુ કે આ હોટલ યોગી સરકાની પહેલી સમિટ પછી મળી હતી, આમા એ પ્રકારની વ્યવસ્થા છે જે સેલિબ્રિટી અને ક્રિકેટરોની પહેલી પસંદ બની રહ્યુ થે. દિવસ દરમિયાન સગાઇ છે જેમાં 300થી વધારે મહેમાનોના આવવાની ધારણા છે.
વાનગીઓમાં ફક્ત શાકાહારી ભોજન
હોટેલ શેફ આશિષ શાહીએ જણાવ્યું હતું કે મેનુમાં ફક્ત શાકાહારી જ હશે. અમારું મુખ્ય ધ્યાન અવધી ભોજન પર છે. આ ઉપરાંત, લાઇવ કાઉન્ટર તરીકે સ્વાગત પીણાં હશે. સ્ટાર્ટર્સમાં યુરોપિયન, ચાઇનીઝ, એશિયન અને ભારતીય પણ હશે. મૂળભૂત ખોરાક ભારતીય છે. ખીર અને આચારી સિગાર રોલ પીરસાશે
મુખ્ય કોર્સમાં મલાઈ કોફ્તા, કઢાઈ પનીર વગેરે હશે. મિક્સ વેજ વિવિધ પ્રકારના હશે. ફક્ત શાકાહારી હોવાથી, અમે બધી વસ્તુઓ આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. ચાઇનીઝ સ્ટાર્ટરમાં મંચુરિયન સ્પ્રિંગ રોલ અને અન્ય વસ્તુઓ હશે. ચાઇનીઝ મુખ્ય કોર્સમાં નૂડલ્સ પણ હશે. મહેમાનો આવે ત્યારે, તેમને કુહાડા પીરસવામાં આવશે, જે નાળિયેર આધારિત પીણું છે.