બ્રાઝિલમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં 8 લોકોના મોત થયા છે. બ્રાઝિલના દક્ષિણી રાજ્ય સાંતા કેટરીનામાં ઉડાન દરમિયાન એક હોટ એર બલૂનમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારબાદ આ એર બલૂન આકાશમાંથી સીધું જ નીચે પડ્યું છે, જેમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાના વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એર બલૂનમાં આગ લાગી છે અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને બલૂન નીચની તરફ આવી રહ્યું છે.
<a href="
==” target=”_blank”>
==
આ પહેલા પણ ઘણા એર બલૂનમાં આગ લાગવાની ઘટનાઓ બની
આ દુર્ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે 13 લોકો બચી ગયા છે, જેમને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હોટ એર બલૂનમાં પાયલટ સહિત 21 લોકો સવાર હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા એર બલૂનમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. ગયા રવિવારે જ સાઓ પાઉલો રાજ્યમાં પણ એક એર બલૂન પડ્યું હતું, જેમાં 11 લોકો ઘાયલ થયા હતા અને 1 મહિલાનું મોત થયું હતું.
જૂન મહિનામાં બ્રાઝિલમાં હોટ એર બલૂન એક લોકપ્રિય એક્ટિવિટીનો ભાગ
બ્રાઝિલના સાઉથમાં સ્થિતિ વિસ્તારોમાં જૂનના મહિનામાં હોટ એર બલૂન એક લોકપ્રિય એક્ટિવિટીનો ભાગ છે. અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે અને આ દરમિયાન સેન્ટ ઝોન જેવા કેથોલિક સંતોની યાદમાં ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. દૂર દુરથી લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે અહીં પહોંચતા હોય છે અને મજા માણતા હોય છે.