ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. બંને દેશોએ હવે હુમલાના લગભગ બધા જ વિકલ્પો ખોલી નાખ્યા છે, જેના કારણે ઈઝરાયલ, જે એક સમયે ઈરાન પર પ્રભુત્વ ધરાવતું લાગતું હતું, તે હવે મુશ્કેલીઓમાં ઘેરાયેલું છે. બંનેમાંથી કયા દેશમાં સૌથી વધારે હથિયારો છે? જાણો
બંને દેશોમાંથી કયા દેશમાં હથિયારોનો સૌથી મોટો ભંડાર છે તે જોવા માટે, પહેલા બંને દેશોની સરખામણી કરવી જરૂરી છે. ઈરાન પાસે સશસ્ત્ર દળો, રિવોલ્યુશનરી ગાર્ડ અને સાયબર ફોર્સની ખૂબ મોટી ટીમ છે. એક્ટિવ દળમાં 6 લાખ સૈનિકો અને રિવોલ્યુશનરી ફોર્સમાં 2 લાખ સેના છે. ઈરાની વાયુસેના પાસે 551 વિમાન છે, અને તેમાં 186 ફાઇટર જેટ અને 129 હેલિકોપ્ટરનો સામેલ છે.
ટેન્ક વિશે વાત કરીએ તો ઈરાન પાસે 1996 ટેન્ક, 65,765 બખ્તરબંધ વાહનો અને 775 MLRS છે. નૌકાદળની વાત કરીએ તો, ઈરાની નૌકાદળ પાસે સાત ફ્રિગેટ્સ, ત્રણ કોર્વેટ્સ, 3 સબમરીન, 19 પેટ્રોલિંગ જહાજો છે. તેમજ શહાબ, ફતેહ-110, ઝુલ્ફીકાર, ખોરમશહર અને હાઇપરસોનિક મિસાઇલ ફત્તાહ જેવી શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલો પણ સામેલ છે.
ઇઝરાયલ પાસે કેટલા હથિયારો છે?
ઇઝરાયલની વાત કરીએ તો, એક્ટિવ સેનાઓની નજરે ઇઝરાયલ ઇરાનથી ઘણું પાછળ છે. ફક્ત 1 લાખ 70 હજાર એક્ટિવ સેના ઇઝરાયલ પાસે છે. જો આપણે લશ્કરી વિમાનોની વાત કરીએ, તો 612 લશ્કરી વિમાન છે, જેમાંથી 241 ફાઇટર વિમાન છે. ટેન્કની નજરે પણ ઇઝરાયલ ઇરાનથી પાછળ છે. તેની પાસે લગભગ 1370 ટેન્ક છે. સબમરીનની સંખ્યામાં ઇઝરાયલ આગળ છે, કારણ કે ઈઝરાયલ પાસે 5 સબમરીન છે. ઇઝરાયલ નૌકાદળના પેટ્રોલ જહાજોની દ્રષ્ટિએ પણ ઇરાનથી ઘણું આગળ છે. ઇરાનના 19 પેટ્રોલ જહાજોની સરખામણીમાં ઇઝરાયલ પાસે 45 પેટ્રોલ જહાજો છે.
કોણ કોની આગળ છે?
આ બંને દેશોની લશ્કરી તાકાતની સરખામણી કર્યા પછી, એવું કહી શકાય કે ઇઝરાયલ ભલે લશ્કરી સંખ્યામાં પાછળ હોય, પણ ટેકનોલોજી અને ગુણવત્તાની દ્રષ્ટિએ તે વિશ્વની ટોપની શક્તિઓમાંની એક છે. અમેરિકાના F-35 જેવા આધુનિક સ્ટીલ્થ ફાઇટર જેટ ઇઝરાયલ પાસે છે. તેની પાઇલટ તાલીમ અને ટેકનોલોજીને વિશ્વ કક્ષાની ગણવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, બંને દેશો પોતપોતાના લેવલે શક્તિશાળી છે.