By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    17 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર તો અનંત છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર તો અનંત છે

AgraGujarat Rajkot
Last updated: 2025/08/28 at 2:14 AM
7 months ago
Share
ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર તો અનંત છે
SHARE

ગોસ્વામી તુલસીદાસજીએ `રામચરિતમાનસ’ની એક પંક્તિમાં `કૃષ્ણચરિત્રમાનસ’ની વાત પણ વણી લીધી છે કે,

જબ જદુબંસ કૃષ્ણ અવતારા,

હોઈહિ હરન મહા મહિભારા.

થોડી કૃષ્ણચરિત્રની વાતો પણ તુલસીએ બે પંક્તિમાં લખી છે. આમ તો સમગ્ર કૃષ્ણચરિત્ર આમાં આવ્યું. તો `કૃષ્ણચરિત્રમાનસ’ એ પણ `રામાયણ’નો વિષય છે, જે શિવજીએ કામદેવની ધર્મપત્ની રતિની સામે એ કથા ગાઈ છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર તો અનંત છે. `હરિવંશપુરાણ’ જોઈએ; `શ્રીમદ્ભાગવત’ તો કૃષ્ણચરિત્ર જ છે અને કૃષ્ણના ચરિત્રોનો વધારે આસ્વાદ કરવો હોય તો `મહાભારત’માં જવું પડે. `મહાભારત’ એ કૃષ્ણચરિત્રનો મહાકોશ છે. `મહાભારત’ ઉપર આપણે ત્યાં બહુ જ કામ થયું, થવું જોઈએ.

યુવાન ભાઈ-બહેનોને હું પ્રાર્થના કરીશ કે હવે તો ઈન્ટરનેટમાં, તમારા મોબાઈલમાં આખું ને આખું `મહાભારત’ સમાવિષ્ટ છે. થોડોક સમય મળે ત્યારે ધીરે ધીરે `મહાભારત’ના બે-પાંચ શ્લોકો પણ વાંચશો તો તમને પ્રેરણા બહુ મળશે. આપણે ત્યાં એક ખોટી પ્રચલિત ધારણા આવી ગઈ હતી કે, `મહાભારત’ ઘરમાં રખાય નહીં. લોકો એમ માને કે `મહાભારત’ ઘરમાં હોય તો ઘરમાં `મહાભારત’ થાય! તમે ઘરમાં `મહાભારત’ રાખતા નથી તોય `મહાભારત’ થાય છે! `મહાભારત’ વસાવજો. શસ્ત્રથી પણ ન ડરો અને શાસ્ત્રથી પણ ન ડરો. જો મારી ને તમારી પાસે કરુણા હશે તો શસ્ત્ર નહીં ડરાવી શકે. ગાંધીની પાસે કરુણામૂલક અહિંસા હતી એટલે એમને શાસ્ત્રો ન ડરાવી શક્યાં. એટલે એમ કહેવાયું કે,

દે દી હમે આઝાદી બિના

ખડગ બિના ઢાલ,

સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ.

શાસ્ત્રથી ડરવું નહીં; શાસ્ત્રોના ખોટા અર્થો કરે એનાથી ડરવું. શાસ્ત્રોની મૂળ વસ્તુને પોતાના હેતુ માટે આઘીપાછી કરી નાખે એવા માણસોથી ડરવું. શાસ્ત્રોનું જે મૂળ રૂપ હોય એને બગાડવું નહીં. તમારે એમાં તમારાં કોઈ ભાષ્યો ઉમેરવાં હોય તો તમારા નામ સાથે ઉમેરજો.

તો શાસ્ત્રોએ અદ્ભુત કામ કર્યું છે. હું એમ પણ કહું કે દેશકાળ પ્રમાણે શાસ્ત્રમાં કોઈ વસ્તુ બંધ બેસતી ન હોય તો તેવી વસ્તુઓનું સંશોધન પણ થવું જોઈએ. એક કાળમાં એમ કહેવાયું હોય કે બહેનોને યજ્ઞોપવિતનો અધિકાર નહીં; બહેનો યજ્ઞ ન કરી શકે, આવું બધું આવ્યું, પરંતુ એને વંદન કરીને એનું વિશુદ્ધીકરણ પણ કરી શકાય. મને હંમેશાં એ પ્રશ્ન રહ્યો છે કે મારા દેશની બહેનોને અમુક અધિકાર કેમ નહીં? મને તો એનો અર્થ એમ લાગે કે બહેનોને યજ્ઞ કરવાનો અધિકાર નથી એમ નહીં, પણ બહેનોને યજ્ઞ કરવાની જરૂર જ નથી. અધિકાર તો છે જ, પણ જરૂરિયાત નથી. એ બાળકો, પતિ, પરિવાર કે અતિથિ માટે ચૂલામાં અગ્નિ પ્રગટાવીને રોટલો બનાવે એવો બીજો કોઈ મોટો યજ્ઞ નથી. વેદ બહેનોથી વંચાય નહીં, એવું કહેવાય છે! પણ એમાંય સુધારા કરવા જોઈએ. મને એમ લાગે છે કે એને અધિકાર નથી એમ નહીં, પણ એ પોતાના ગર્ભમાં રહેલા બાળકને નવ મહિને બહાર કાઢી ઘોડિયામાં સુવડાવી, એની નાનકડી એવી દોરી લઈ હાલરડું સંભળાવે એ જ એનો વેદ છે. એટલે અમુક વસ્તુનું સંશોધન થવું જોઈએ. શાસ્ત્રો એટલા માટે ગુરુમુખી હોવાં જોઈએ.

તો `મહાભારત’ રાખો, વાંચો. સમય મળે તો એક-બે શ્લોક જુઓ અને પછી ન સમજાય તો તમને જેના પર શ્રદ્ધા હોય અને જે ખોટા અર્થો ન કરે એવા કોઈ બુદ્ધપુરુષને પૂછો. ગાંધીજી કહેતા, જેના ઘરમાં `રામાયણ’ અને `મહાભારત’ નથી એને હિંદુસ્તાની કહેડાવવાનો અધિકાર નથી. તમે `રામાયણ’ ન વાંચો, પણ તમારા ઘરમાં `રામાયણ’ હોય તોય સમજવાનું કે તમારા ઘરમાં કો’ક બેઠું છે તમારું ધ્યાન રાખનારું. હું તો એવો અનુભવ કરી ચૂક્યો છું કે ગુરુકૃપાથી આપણે સદ્ગ્રંથો રાખીએ અને પછી આપણે સૂઈ જઈએ તોય આપણને ખબર ન હોય એમ સદ્ગ્રંથો આપણા ઘરની રક્ષા કરતા હોય છે. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. અમુક મારા અનુભવની વાત છે. ભરતને પ્રભુએ પાદુકા આપી. આ પાદુકાએ શું કર્યું? આખી અયોધ્યા સૂઈ જતી ત્યારે પાદુકા રક્ષક બનીને આખી અયોધ્યામાં આંટા મારતી હતી. તમારા ગુરુની એક ચીજ તમારા ઘરમાં હોય એ તમારી રક્ષા કરતી હોય છે.

કૃષ્ણએ રાધાજીને વાંસળી આપી પછી રાધાને કૃષ્ણની જરૂર ન પડી. ભગવાન શ્રીકૃષ્ણએ નિર્વાણ સમયે ઉદ્વવજીને પાદુકા આપી, પાદુકા આપીને બધું જ આપી દીધું. મેં વર્ગીકરણ કર્યું છે. કથામાં ઘણી વખત કહું છું. કૃષ્ણ ગયા ધરાધામ છોડીને; આમ તો કૃષ્ણ ધરાધામ છોડીને જાય એ વાતો જ મને ગમતી નથી, પણ કૃષ્ણચરિત્ર આવે એટલે મારે કહેવું પડે. એ જાય એ આપણને પોસાય એમ નથી. પાંચ-પાંચ હજાર વર્ષ થયાં છે આ અવતારને, છતાંય એના નામે આપણે જીવીએ છીએ. ગણવા જેવી વસ્તુ છે કે કૃષ્ણએ કોને કોને શું આપ્યું? અને આ આપ્યું એમાં બધું જ આપી દીધું. રાધાને વાંસળી આપી. કહે છે કે રાધાએ માગી લીધી અથવા તો કૃષ્ણએ આપી. ઉદ્વવને પાદુકા આપી. સુદામાને સખ્ય આપ્યું. શ્રીદામાને જનમભરનું દારિદ્ર્ય આપ્યું. દારિદ્ર્ય પણ પ્રભુનું વરદાન છે; ઈશ્વરે આપેલું હોવું જોઈએ. મને કહેવા દો, નંદ-યશોદાને કેવળ આંસુ આપ્યાં અને આખી જિંદગી નંદ-જશોદા રડતાં રહ્યાં.

હું પ્રાર્થના કરું મારાં યુવાન ભાઈ-બહેનો, તમને સમય મળે તો જેની પાસે જતાં તમારી આંખમાં આંસુ આવે એવા માણસની પાસે ચોવીસ કલાકમાં એકાદ વખત પાંચ મિનિટ જવું, એ જ દર્શન છે. જે વસ્તુ વાંચવાથી તમારી આંખ ભીંજાય એ વેદપાઠ છે. જેનો સ્પર્શ કરવાથી હૃદયમાં ભાવ જાગે; એવા માણસોને મળો કે જેમને મળવાથી આપણી આંખ ભીંજાય.

તો કૃષ્ણએ આંસુ આપ્યાં નંદ-યશોદાને. તીવ્રતમ વિરહ આપ્યો ગોપિકાઓને. `શ્રીમદ્ ભગવદ્ગીતા’ રૂપી એક મહાગીત આ યોગેશ્વરે અર્જુનને આપ્યું. આમ કોઈને વાંસળી આપી, કોઈને આંસુ આપ્યાં, કોઈને દારિદ્ર્ય આપ્યું, કોઈને `ગીતા’ આપી; પણ મને કહેવા દો, મીરાંને કૃષ્ણએ પોતાનો અવાજ આપ્યો કે તું ગાજે. સાવ ખાલી થયો આ માણસ આપતાં આપતાં! બધાંને પોતાનો કૃષ્ણ હોવો જોઈએ, પણ યાદ રાખવાનું, એ કૃષ્ણ હોવો જોઈએ.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 6 days ago
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?