વજન ઘટાડવું આજના સમયનો સૌથી મોટો પડકાર છે. ગુગલ પર હેલ્થ ટિપ્સમાં વેઇટ લોસ સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. વજન ઘટાડવા યુવતીઓ અને મહિલાઓ અનેક પ્રયાસ કરે છે. ક્રશ ડાયટ કરવું, તો કેટલાક દિવસો ફક્ત ઉપવાસ કરે છે તો કયારેક ફકત એક જ પ્રકારનું અનાજ ખાય છે. જુદા-જુદા નુસખા કરવા અને સખત મહેનત બાદ પણ વજન ઘટતું નથી. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે વજન ઘટાડવા કઠિન પ્રયાસના બદલે દિનચર્યા બદલો.
હેલ્થ એક્સપર્ટનું સૂચન
હેલ્થ એક્સપર્ટ કહે છે કે વજન ઘટાડવું લોકોને મોટો પડકાર લાગે છે. પરંતુ તેનાથી પણ વધુ સમસ્યા વજન ઘટાડયા બાદ તેને જાળવી રાખવાની છે. એક સમયે ક્રશ ડાયટ અથવા જીમમાં કસરત કરી તમે વજન ઘટાડી તો શકો છો. પરંતુ ઘટાડેલું વજન કાયમ રાખવું અસંભવ બને છે અને થોડા જ સમયમાં ફરી પાછું વેઇટ ગેઈન થવા લાગે છે. એટલે વજન ઘટાડવાની યાત્રામાં એ ખાસ જરૂરી છે કે દિનચર્યામાં એવી બાબતોને સામેલ કરો જેને તમે તમારા રૂટીન સાથે કરી શકો. ખોરાકના આહારથી લઈને ચાલવા જેવી હળવી પ્રવૃત્તિ દરરોજ કરી શકો તો જ તમારા વજન પર નિયંત્રણ રહેશે.
બ્રેકફાસ્ટ લાવશે વજનમાં બદલાવ
વજન ઘટાડવા માટે દૈનિક આહારમાં બ્રેકફાસ્ટ વધુ મહત્વની બાબત છે. બ્રેકફાસ્ટમાં તમે પરાઠા, શાકભાજી, પુરી અને બ્રેડ, ટોસ, બ્રેડ જામ અને સેન્ડવીચ જેવી વસ્તુઓ ખાતા હશો. તો આ વસ્તુઓના સ્થાને ઓટસ, ચીલા અને સ્પ્રાઉટસ જેવી વસ્તુને સ્થાન આપો. ફાઇબર, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર આ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે. આ વસ્તુઓના નિયમિત સેવનથી પાચનમાં સુધારો થશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાથી શરીરમાં તેનું જલદી પાચન થશે. રોજિંદા આહારમાં પિઝ્ઝા, પાસ્તા જેવા જંકફૂડ અને મેંદાની બનાવટની વસ્તુઓને બાય બાય કહો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


