લોકો ફિટનેસને લઈને વધુ જાગૃત બન્યા છે. ફિટ રહેવા પૌષ્ટિક આહારને સ્થાન આપી રહ્યા છે. ફિટ એન્ડ ફાઈન રહેવા ડ્રાયફ્રૂટ ડેઈલી ડાયટમાં બેસ્ટ છે. અંજીરનું સેવન તમામ લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. દરેક પીળી વસ્તુ સોનું નથી હોતી તેમ. બજારમાં ઉપલબ્ધ દરેક અંજીર સ્વાસ્થ્ય માટે લાભકારક હોય તે જરૂરી નથી.
બજારમાં નકલી અંજીરનું ધૂમ વેચાણ
આજે નફો કરવા ખોરાકમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. તેલ, મધ, દૂધ, અનાજ કે પછી ડ્રાયફ્રૂટ હોય રોજિંદા આહારમાં ખવાતી વસ્તુઓમાં ભેળસેળ વધી છે. બજારમાં નકલી અંજીર પણ ઉપલબ્ધ છે. અને તમે ખરીદી કરો ત્યારે તમને ખ્યાલ પણ નહીં આવે કે કયું અંજીર અસલી છે અને કયું નકલી. બંને અંજીર વચ્ચે તફાવત કરવો ખૂબ મુશ્કેલ છે પરંતુ અસલીની ચકાસણી કરવી જરૂરી છે. કારણ કે નકલી અથવા પ્રોસેસ્ડ અંજીર શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે.
અંજીરની આ રીતે કરો ચકાસણી
સ્વાસ્થ્યમાં લાભ લેવા જયારે અંજીરની ખરીદી કરો ત્યારે આ બાબત ધ્યાનમાં જરૂર રાખો. મોલ અથવા દુકાનમાંથી અંજીર ખરીદો ત્યારે સૌ પ્રથમ તેનો રંગ જુઓ. જો અંજીર સોનેરી કે ચમકદાર પીળા રંગના દેખાય છે તો સાવધ થઈ જાઓ. સુંદર દેખાતા આ પ્રકારના અંજીરમાં રસાયણો ઉમેરવામાં આવ્યા હોઈ શકે છે. વાસ્તવિક અને સ્વસ્થ અંજીરનો રંગ આછો ભૂરો કે ઘેરો ભૂરો હોય છે. ભલે તે ખૂબ ચમકદાર ન દેખાય પરંતુ તેના સેવનથી આરોગ્ય સ્વસ્થ રહે છે. આ ઉપરાંત અંજીરને વચ્ચેથી તોડીને અસલી કે નકલીની ચકાસણી કરી શકો છો. જો તેનો રંગ અંદરથી લાલ કે ઘેરો મરૂન રંગનો હોય અને તેમાં નાના બીજ સ્પષ્ટ દેખાય, તો તે વાસ્તવિક છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


