મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને હાર્ટએટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. હિના ખાન સહિતના સેલિબ્રિટીથી લઈને સામાન્ય મહિલાઓ દુર્લભ બીમારી કેન્સરનો શિકાર બને છે. મહિલાઓમાં કેન્સર વધવાને લઈને મેડિકલ ક્ષેત્રમાં વિવિધ સંશોધન થઈ રહ્યા છે. દરમિયાન એક બાબત સામે આવી છે જેમાં જાણવા મળ્યું કે મોટાભાગે મહિલાઓ મેનોપોઝના સમયગાળામાં આવી ગંભીર બીમારીના લક્ષણો જોવા મળે છે. જો તેને સમયસર ઓળખ કરવામાં આવે તો યોગ્ય સારવાર થઈ શકે છે.
મેનોપોઝ, મહિલાઓના જીવનનો મહત્વનો તબક્કો
હેલ્થ એક્સપર્ટે કહ્યું કે મેનોપોઝ એ મહિલાઓના જીવનનો મહત્વપૂર્ણ તબક્કો છે. જેમાં મહિલાઓને માસિકસ્ત્રાવ બંધ થઈ જાય છે. આ સમસયમાં સ્ત્રીઓને સ્પોટિંગ, તણાવ, થાક અને વારંવાર મૂડ સ્વિંગ જેવા શારિરીક ફેરફારથી લઈને અનેક માનસિક બદલાવનો સામનો કરવો પડે છે. પહેલાની સરખામણીએ અત્યારે છોકરીઓને 13 થી 14 વર્ષની ઉંમરે પીરિયડ શરૂ થઈ જાય છે. છોકરીઓમાં માસિક સ્ત્રાવની સાઈકલ 21 થી 35 દિવસ વચ્ચે હોય તો તે સામાન્ય માનવામાં આવે છે. અને જ્યારે આ સાઈકલમાં અનિયમિતપણું આવે તો તે સમસ્યા સર્જે છે. જ્યારે માસિક બંધ થાય તે સમયમાં પણ મહિલાઓમાં અનેક ફેરફાર થાય છે.
મેનોપોઝમાં દેખાશે આ લક્ષણો, હાર્ટએટેકનું જોખમ
મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન કેટલાક લક્ષણો હાર્ટએટેકનું જોખમ હોવાનો સંકેત આપે છે. મહિલાઓને મેનોપોઝ દરમિયાન વારંવાર છાતીમાં સામાન્ય અસ્વસ્થતા અનુભવાતી હોય છે. કોઈ પણ કારણ વગર થાક કે નબળાઈ અનુભવે છે. તેમજ પીઠ, ગરદન, જડબા અથવા હાથમાં દુખાવો થવો રહેતો હોય છે. આ ઉપરાંત હળવી શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ હદયમાં અનિયમિત ધબકારા રહેતા હોય, જેના કારણે કયારેક મહિલાઓ બેહોશ અને અસ્થિર સંતુલનનો અનુભવ કરતી હોય છે. મેનોપોઝમાં આ લક્ષણો દેખાય તો તો તેને હળવાશથી ના લો. કારણ કે આ લક્ષણો હાર્ટએટેકના જોખમનો સંકેત આપે છે. વારંવાર આ લક્ષણો દેખાય તો ડોક્ટરની મુલાકાત અવશ્ય લો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


