શિયાળાની ઠંડી સ્વાસ્થ્યની સમસ્યા વધારે છે. ઠંડીનું પ્રમાણ વધતા લોકોમાં સામાન્ય શરદી, ખાંસી ઉપરાંત શ્વાસ સંબંધિત અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા વધે છે. આ દિવસોમાં ખાસ કરીને 60 ઉંમરના લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધતી હોવાનું સામે આવ્યું છે. બ્લડ પ્રેશર વધતા હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે. હેલ્થ એક્સપર્ટના મતે શિયાળા દરમિયાન એવા ખોરાકને દરરોજના આહારમાં સામેલ કરવા જોઈએ તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકે.
શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર હાઈ બ્લડ પ્રેશર ઘણા રોગોનું કારણ બને છે. એટલે જ કોઈપણ ઋતુ હોય બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જયારે શિયાળાની ઋતુમાં ખાવાની રીત બદલાવાના કારણે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે. શિયાળામાં વધુ ભૂખ લાગવાના કારણે લોકો ગમે તે ખોરાક ખાય છે. નાની ભૂખ માટે તળેલા નાસ્તા અને જંકફૂડ ખાય છે. જે શરીરમાં સુગર લેવલ વધારે છે અને સ્વાસ્થ્ય માટે ખતરાનું કારણ બને છે. તેથી શિયાળા દરમિયાન પૌષ્ટીક આહાર ખાવા જોઈએ. જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે. બ્લડ પ્રેશરને અસર કરતા ખોરાકને લઈને સંશોધન કરાયું હતું.
હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખશે આ ફૂડ
આ સંશોધનમાં સામે આવ્યું કે પાલક અને ડ્રાય પ્રૂટ બ્લડ પ્રેશર નિયંત્રતિ કરવાની શ્રેષ્ઠ દવા છે. પાલક હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. પાલક એક લીલા પાંદડાવાળો છોડ છે જેમાં સારી માત્રામાં નાઈટ્રેટ હોય છે, જે એક છોડ આધારિત સંયોજન છે જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. ડ્રાય ફ્રૂટ પણ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરનાર સુપરફૂડ છે. બ્લડ પ્રેશર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા સંતુલિત આહારના ભાગ રૂપે તમે દરરોજના આહારમાં બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ તેમજ કોળાના બીજ, ફ્લેક્સસીડ અને ચિયા બીજને સામેલ કરી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


