T20 વર્લ્ડ કપ 2026ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે,અને બંને ટીમો યજમાન તરીકે ક્વોલિફાય થઈ છે.આવતા વર્ષે આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો રમતી જોવા મળશે.આ જ કારણ છે કે ક્રિકેટ ચાહકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે.ભારતીય ક્રિકેટ ટીમ પહેલાથી જ બે વાર T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે.
T20વર્લ્ડ કપ 2026પહેલા ભારત પાસે કુલ 10 મેચ રમવાની છે.
T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરે તેવી પ્રબળ શક્યતા છે.આગામી ટુર્નામેન્ટ પહેલા ભારત હવે કુલ 10 T20I મેચ રમશે.આ 10 મેચ બે સીરિઝ રમાશે.ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20I સીરિઝ રમશે ત્યારબાદ જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ T20I સીરિઝ રમશે.
ટીમ ઈન્ડિયાએ બે સીરિઝ માટે તૈયારી કરવી પડશે.
હવે,T20 વર્લ્ડ કપ 2026પહેલા ભારતીય ટીમ પાસે તૈયારી કરવા માટે ફક્ત બે સીરિઝ બાકી છે.તેઓ યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવા માંગશે,કારણ કે છેલ્લા કેટલાક સમયથી,ટીમ મેનેજમેન્ટ કોઈપણ ખેલાડીને કોઈપણ નંબર પર રમી રહ્યું છે.આના કારણે ખેલાડીઓમાં આત્મવિશ્વાસનો અભાવ છે.
ભારતીય ટીમ અત્યાર સુધીમાં બે વાર T20 વર્લ્ડ કપ જીત્યા
ભારતીય ક્રિકેટ ટીમે બે વાર T20વર્લ્ડ કપ જીત્યો છે.એકવાર 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ,ફાઇનલમાં પાકિસ્તાનને 5 રને હરાવ્યું હતું.ત્યારબાદ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ તેઓએ દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો.હવે, ભારતીય ટીમ ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય છે.
આ પણ વાંચો -ક્રિકેટ જગતની કાળી બાજૂ… એક જ ગેમના વળતરમાં ભેદભાવ… ચેમ્પિયન ક્રિક્ટર્સને માત્ર રૂ.3000!


