શિયાળામાં સુસ્તી અને આળસની ફરિયાદ લોકમાં વધુ હોય છે. ઠંડીની આ ઋતુમાં હવામાનમાં અનેક ફેરફાર થાય છે. આ દિવસોમાં લોકો ચા-કોફી, ઉકાળા જેવા ગરમ પીણા પીવે છતાં પણ શરીરમાં થાકનો અનુભવ કરે છે. આ દિવસોમાં મોટાભાગના લોકો ડિહાઈડ્રેશનના શિકાર થાય છે. આ થવાનું કારણ ઓછું પાણી પીવાની આદત છે. ઠંડીના કારણે શિયાળામાં લોકોને ઓછી તરસ લાગે છે અને પાણી પીવાનું પણ મન થતું નથી. જેની શરીર પર અસર થાય છે અને ડિહાઈડ્રેશનના શિકાર થાય છે.
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન
નિષ્ણાતોના મતે ઉનાળામાં ગરમીના કારણે ગળામાં શોષ પડતા લોકોને વારંવાર તરસ લાગે છે. ગરમીના દિવસોમાં લોકો ઠંડું પાણી પીવાની ઇચ્છા થાય છે. જયારે શિયાળામાં ઠંડીના કારણે તરસ લાગતી નથી અને પાણી પીતા નથી. પરંતુ શરીરને દરેક ઋતુમાં પાણીની જરૂર હોય છે. ઘણા લોકો એવું વિચારીને ઓછું પાણી પીવે છે કે શિયાળામાં શરીરને વધુ પાણીની જરૂર નથી. પણ એ બાબત સત્ય નથી. ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ઓછું પાણી પીવાની આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
કેમ શિયાળામાં તરસ લાગતી નથી
ઠંડી હવા ત્વચામાંથી ભેજ શોષી લે છે, જેનાથી શરીર શુષ્ક રહે છે. ઠંડી ઋતુમાં શ્વાસ લેતી વખતે, ત્વચા દ્વારા અને ગરમ કપડાંને કારણે પરસેવાના ભેજને કારણે શરીર પાણી ગુમાવે છે. ઠંડા હવામાનમાં શરીરની તરસ પ્રત્યે સંવેદનશીલતા ઓછી થાય છે, પરંતુ શરીર પાણી ગુમાવવાનું ચાલુ રાખે છે. ગરમ કપડાં પણ હળવો પરસેવો કરે છે, જે આપણને ખબર પણ નથી પડતી. આવી સ્થિતિમાં, પાણી ન પીવાથી રક્ત પરિભ્રમણ ધીમું થવું, ચક્કર આવવું, થાક લાગવો, માથાનો દુખાવો અને શુષ્ક ત્વચા જેવી સમસ્યાઓ વધે છે. આ જ કારણ છે કે લોકોએ શિયાળામાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
દરરોજ આટલું પાણી જરૂર પીવું, નિષ્ણાત
નિષ્ણાત કહે છે કે શિયાળા હોય કે ઉનાળો દરેક વ્યક્તિએ દિવસમાં 7-8 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. વજન વધારે હોય, શારીરિક શ્રમ કરતા હોવ અથવા જીમમાં કસરત કરતા હોવ તો પાણીનું સેવન વધુ કરવું જોઈએ. શિયાળામાં ડિહાઇડ્રેશન સમસ્યા દૂર કરવા હૂંફાળું પાણી, હર્બલ ટી, સૂપ પણ પી શકો છો. શિયાળામાં પાણી ના પીવાના કારણે થતા ડિહાઇડ્રેશનના લક્ષણોને લોકો ઓળખી શકતા નથી. સૂકા હોઠ, શુષ્ક ત્વચા, પીળો કે કાળો પેશાબ, સતત થાક, માથાનો દુખાવો, ચક્કર અને શુષ્ક મોં એ બધા ડિહાઇડ્રેશનના સંકેતો છે. જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય, તો તમારે તાત્કાલિક તમારા પાણીનું સેવન વધારવું જોઈએ.
આ પણ વાંચો : Winterમાં કયા પાણીથી સ્નાન કરવું શ્રેષ્ઠ, ગરમ પાણી કે ઠંડુ પાણી ? શું કહે છે એક્સપર્ટ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


