દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું શરૂ થઈ ગયું છે. ઘણા રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચે આવી ગયું છે. હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે આગામી એક કે બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1.6 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીની તીવ્રતા વધવાની શક્યતા છે અને ઉત્તર ભારતમાં પણ ધુમ્મસની અસર જોવા મળી શકે છે.
હવામાન વિભાગે શીત લહેર અંગે ચેતવણી જારી કરી છે, પરંતુ શું તમે જાણો છો કે શીત લહેર ખરેખર શું છે? કેટલી ઠંડી હોય તો શીત લહેર ગણવી, અને તાપમાનનું તેની સાથે શું કનેક્શન છે?, આજે અમે તમને જણાવીશું કે ઠંડી હવાને શીત લહેર કેવી રીતે કહેવામાં આવે છે અને તાપમાન સાથે તેનો શું સંબંધ છે.
શીત લહેર અને તાપમાન વચ્ચે શું છે સંબંધ?
જ્યારે તીવ્ર ઠંડા પવનો ફૂંકાય છે અને તાપમાનમાં અચાનક ઘટાડો થાય છે ત્યારે શીત લહેર ઉત્પન્ન થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ચારથી પાંચ ડિગ્રી નીચે જાય છે અથવા ચાર ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચે છે ત્યારે તેને શીત લહેર કહેવાય છે.
ક્યારે કહેવાય શીત લહેર?
જ્યારે દિવસનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું થઈ જાય અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 6-7 ડિગ્રી સેલ્સિયસ વધુ થઈ જાય, ત્યારે પરિસ્થિતિ ગંભીર માનવામાં આવે છે. આને સીવિયર કોલ્ડ વેવ પણ કહેવામાં આવે છે. અતિશય ઠંડીમાં લાંબા સમય સુધી રહેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે હાયપોથર્મિયા, કેલરીની માંગમાં વધારો, છોડ અને પશુધનને નુકસાન તેમજ મૃત્યુ જેવી સમસ્યાઓ થાય છે. જ્યારે તાપમાન 4 ડિગ્રી કે તેથી નીચે જાય છે, વાદળો હોતા નથી અને મહત્તમ તાપમાનમાં પણ તીવ્ર ઘટાડો થાય છે, ત્યારે શીત લહેરની શક્યતા વધી જાય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં શીત લહેર ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે અને સરેરાશ કરતા 4.5 થી 6.4 ડિગ્રી ઓછું હોય. તો સીવિયર કોલ્ડ વેવ ત્યારે માનવામાં આવે છે જ્યારે મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 6.5 ડિગ્રી નીચે જાય છે. આ ઉપરાંત, જ્યારે પહાડી વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રી અથવા તેનાથી નીચે હોય અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4.5 થી 6.4 ડિગ્રી ઓછું હોય.
હાલમાં, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં પણ તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે.
આ પણ વાંચો: Cyclone Senyar: બસ થોડા કલાકોમાં જ…ચક્રવાત સેન્ચાર મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી


