ગ્રોસીને ઈરાનનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. ગ્રોસીની ઉમેદવારીને નિષ્ફળ બનાવવા માટે ઈરાન ચીન અને રશિયાનો ઉપયોગ કરશે.
ગ્રોસી વિરુદ્ધ ફતવો કરાયો જાહેર
આગામી યુએન સેક્રેટરી જનરલ માટે ચૂંટણીને લઈને વિશ્વભરમાં ચર્ચા તેજ બની છે. આર્જેન્ટિનાએ રાફેલ ગ્રોસીનું નામ આગળ મૂક્યું છે. આર્જેન્ટિના સરકારે આગામી યુએન ચીફ પદ માટે ગ્રોસીનું નામાંકન કર્યું છે. આ સંદર્ભમાં યુએનને એક પ્રસ્તાવ મોકલવામાં આવશે. મૂળ આર્જેન્ટિનાના, ગ્રોસીને ઈરાનનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. ઈરાનમાં ગ્રોસી વિરુદ્ધ ફતવો પણ જારી કરવામાં આવ્યો છે. ગ્રોસી હાલમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના વડા છે. જે પદ તેમણે 2019માં સંભાળ્યું હતું.
રાફેલ ગ્રોસી કોણ છે ?
64 વર્ષીય ગ્રોસી આર્જેન્ટિનાની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી રાજદ્વારી બન્યા હતા. આર્જેન્ટિનાની સરકારે તેમને પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં કામ કરવા માટે મોકલ્યા હતા. 2013 માં, ગ્રોસીને ઑસ્ટ્રિયામાં રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને પરમાણુ ઉર્જા એજન્સીની જવાબદારી સોંપવામાં આવી હતી. ગ્રોસીએ ઈરાન પર અહેવાલ તૈયાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાન બે અઠવાડિયામાં પરમાણુ બોમ્બ વિકસાવી શકે છે.
ઈરાને ગ્રોસી સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી
ગ્રોસીની ટીમના અહેવાલના આધારે ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. આ હુમલાથી બંને દેશો વચ્ચે યુદ્ધ થયું. આખરે, અમેરિકાએ તેના B-2 બોમ્બરથી ઈરાન પર હુમલો કર્યો. ઈરાની સરકારના જણાવ્યા અનુસાર, આ ગ્રોસી દ્વારા તૈયાર કરાયેલા ખોટા અહેવાલને કારણે થયું. ઈરાને ગ્રોસી સામે ઔપચારિક ફરિયાદ પણ નોંધાવી. એટલું જ નહીં, ઈરાનના કટ્ટરપંથી મીડિયાએ પણ ગ્રોસી સામે ફતવો જારી કર્યો હતો.
શું યુએન ચીફ બની શકે છે?
ગ્રોસીને ચોક્કસપણે અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન જેવા દેશોનો ટેકો છે. પરંતુ યુએન ચીફના પદ સુધી પહોંચવું તેમના માટે સરળ નથી. યુએન ચાર્ટર મુજબ, ટોચના પદ માટે ચૂંટણીઓ બે તબક્કામાં યોજાય છે. પ્રથમ તબક્કામાં, યુએન સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ મૂકવામાં આવે છે. આ પછી, જનરલ એસેમ્બલીમાં ચીફ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. યુએન સુરક્ષા પરિષદ દ્વારા કોઈ પ્રસ્તાવ ત્યારે જ પસાર થઈ શકે છે જો કોઈ કાયમી સભ્ય રાષ્ટ્ર તેને વીટો ન આપે. કામચલાઉ સભ્યોમાંથી બે તૃતીયાંશ બહુમતી દરખાસ્તના પક્ષમાં હોય. સુરક્ષા પરિષદ દરખાસ્ત પસાર કર્યા પછી, તેને જનરલ એસેમ્બલીમાં રજૂ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ World News: Sheikh Hasinaના પુત્ર સજીબ અને પુત્રી પુતુલ પર એક્શન, બાંગ્લાદેશની કોર્ટે ફટકારી સજા


