વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતના અમદાવાદ શહેરમાં થશે. આજના વિડીયોમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, પડકારો ને ફાયદા વિશે વિગતવાર જાણીએ.
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી
ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવપૂર્ણ સમાચાર છે કે, અમદાવાદને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030) ની યજમાની મળી છે. આ જાહેરાત માત્ર પ્રતિષ્ઠાનો વિષય નથી, પરંતુ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતગમત ક્ષેત્ર માટે એક મોટો માઈલસ્ટોન છે. કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કરવા માટે અમદાવાદમાં મોટાપાયે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાન
અમદાવાદની યજમાની માટેનો મુખ્ય આધાર તેનો મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાન રહ્યો છે, જેમાં ઘણી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ માટે ઘણી નવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
આ પણ વાંચો: વિશ્વની સૌથી ઝડપી બોલરને મળ્યું માત્ર આટલું મહેનતાણું?


