ભારતનો GDP છે.ભારતીય અર્થતંત્રએ એકવાર ફરી પોતાની મજબૂત પકડ દર્શાવી છે.અગાઉના ત્રિમાસિક ગાળામાં GDPની વૃદ્ધિ 7.8% હતી.પરંતુ Q2માં આ વધીને 8.2% પર પહોંચી છે.અર્થશાસ્ત્રીઓને 7.3% સુધીની વુદ્ધિનો અનુમાન હતો. જ્યારે RBIએ તેને 7% માન્યુ હતુ. સરકાર દ્વારા તેને 7% માન્યુ હતુ. સરકાર દ્વારા GSTમાં કાપ, તહેવાર પહેલા સ્ટોકિંગ વધારવું અને ગ્રામીણ ક્ષેત્રોમાં ફરી માગ વધારવી આ તમામ પાસાઓ વિકાસ દર ઉંચો લાવવા માટે મહત્ત્વના સાબિત થયા છે.
માઇનિંગ સેક્ટરમાં લગભગ સ્થિરતા હતી
એગ્રીકલ્ચર અને માઇનિંગવાળા પ્રાઇમરી સેક્ટરમાં 3.1%નો વાર્ષિક વિકાસ જોવા મળ્યો છે. કૃષિ ક્ષેત્ર 3.5%ની રફ્તારથી વધ્યો છે. જે ગયા વર્ષની તુલનામાં થોડો ધીમો હતો. માઇનિંગ સેક્ટરમાં લગભગ સ્થિરતા હતી. જ્યાં માત્ર 0.04%નો ઘટાડો જોવા મળ્યો છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર અને સારા વરસાદના કારણે ખેતી સાથે જોડાયેલી ગતિવિધીઓ મજબૂત રીતે જોવા મળી હતી.નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે, GSTમાં અપાયેલી છૂટ બાદ લોકો પાસે 2 લાખ કરોડ સુધીની બચત થઇ શકે છે. જેના કારણે બજારમાં ખર્ચ વધશે અને અર્થવ્યવસ્થામાં નવી ઉંચાઇ જોઇ શકાશે.


