ચીન પોતાની બોર્ડર પર એક રોબોર્ટ તૈનાત કરવાની તૈયારી કરી રહ્યુ છે. હકીકતમાં, અહિંયા ભીડ નિયંત્રણ અને ગાઇડન્સ માટે હ્યુમનોઇડ રોબોટનુ ટ્રાયલ શરૂ કરવા જઇ રહ્યો છે. સૌથી પહેલા વિયેતનામની સાથે જોડાતી દેશની બોર્ડર પર પહેલુ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ ટ્રાયલ માટે સૌથી પહેલા UBTech Roboticsને પહેલો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. એટલે આ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા રોબોટ્સ તૈનાત કરવામાં આવશે.
કયા રોબોટ્સ બોર્ડર પર કરાશે તૈનાત?
UBTech Roboticsને ટ્રાયલ કરવા માટે રોબોટ સપ્લાય કરવા માટે 330 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં કંપનીના તૈયાર કરાયેલા Walker S2 રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. આ રોબોટમાં પોતાની પાવર સિસ્ટમ હશે.બેટરી સ્વેપ કરવાની પોતાનામાં સક્ષમતા હશે. ટ્રાયલ કરવામાં આવેલા રોબોટની પ્રેક્ટિકલિટી અને હકીકતની દુનિયામાં કામ કરવાની ક્ષમતાની તપાસ કરવામાં આવશે. આ રોબોર્ટ બોર્ડર પર પર્યટકોને ગાઇડન્સ આપશે, સામાન સંભાળવા અને ડ્યુટી મેનેજમેન્ટ કરવામાં હેલ્પ કરશે. આ રોબોટને આવતા મહિનાથી તૈનાત કરવામાં આવશે.
રોબોટની ખાસિયત શું છે?
-રોબોટની ઉંચાઇ 1.76 મીટર છે
-ફ્લેક્સિબલ રોબોટમાં 53 જોઇન્ટ આપેલા છે
-રોબોટ્સ 15 કિલો સુધીનુ વજન ઉઠાવી શકે છે
-7 કિલોમીટર સુધી પ્રતિ કલાકની સ્પીડથી ચાલી શકે છે
-પોતાની બેટરી સ્વેપ કરવામાં માત્ર 3 મિનિટનો જ સમય લાગે છે
-રોબોટમાં બે આંખોની જગ્યાએ કેમેરા મૂકવામાં આવ્યા છે
-મશીની મગજ એડ કરવામાં આવ્યુ છે જાતે જ નિર્ણય લઇ શકે


