થાઇલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટેકેઓ ભારતની તેમની પહેલી સત્તાવાર મુલાકાતે દિલ્હી પહોંચ્યા.તેઓ 2 ડિસેમ્બર સુધી ભારત પ્રવાસે છે.વિદેશ મંત્રાલય પ્રમાણે થાઇ વિદેશ મંત્રી 30 નવેમ્બરે દિલ્હીમાં અધિકારિક બેઠક કરશે. તેમનો આ પ્રવાસ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે. થાઇલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટેકેઓ અનેક અધિકારિક કાર્યક્રમોમાં ભાગ લેશે.
થાઇલેન્ડનુ પ્રતિનિધિમંડળ 2 ડિસેમ્બરે ભારતથી થાઇલેન્ડ જવા રવાના થશે
1 ડિસેમ્બરે તેઓ હૈદરાબાદ હાઉસમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. થાઇલેન્ડનુ પ્રતિનિધિમંડળ 2 ડિસેમ્બરે ભારતથી થાઇલેન્ડ જવા રવાના થશે. 1 ડિસેમ્બરે સિહાસક ફુઆંગકેટકેઓ એસ જયશંકરહ સાથે હૈદરાબાદ હાઉસમાં બાઇલેટરલ વાતચીત માટે મુલાકાત કરશે. MEA ની રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે ડેલીગેશન 2 ડિસેમ્બરે ભારતથી રવાના થશે.
રણધીર જયસ્વાલે કર્યુ સ્વાગત
આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રવિવારે થાઇલેન્ડના વિદેશ મંત્રી દિલ્હી પહોંચ્યા ત્યારે તેમનુ સ્વાગત કર્યુ અને તેને રાજનીતિક સમજૂત અને સ્થાયી સભ્યતા સંબંધોને મજબૂત કરવાનો એક અવસર ગણાવ્યો. જયસ્વાલે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યુ છે કે, થાઇલેન્ડના વિદેશ મંત્રી તરીકે ભારતની તેમની પહેલી સત્તાવાર મુલાકાત પર સિહાસક ફુઆંગકેટકેઓનુ હાર્દિક સ્વાગત છે. થાઇલેન્ડ સાથે આપણી વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી સભ્યતા સંબંધોને મજબૂત બનાવવાનો આ એક યોગ્ય સમય છે.


