આ રત્ન ન માત્ર ચમકે છે પણ કિંમત પણ આસમાને છે. આ કિંમતી પથ્થરોની કિંમતમાં એક વૈભવી કાર અથવા હવેલી ખરીદી શકાય છે.
લાલ રંગનો હીરો (Red Diamond)
લાલ હીરો દુનિયાની સૌથી મોંધી હીરોની યાદીમાં આવે છે. તેની કિંમત પ્રતિ કેરેટ 1 મિલિયન ડૉલર એટલે કે 8.6 કરોડ રૂપિયા છે. આ રત્નમાં એક વિશેષ ગુણ છે. જે તેને અન્યથી અલગ બનાવે છે. અન્ય રંગીન હીરોથી અલગ જે ટ્રેસ તત્વોથી પોતાનો રંગ પ્રાપ્ત કરે છે. લાલા હીરાનો રંગ પ્લાસ્ટિ વિરુપણ નામની વસ્તુના કારણે થાય છે. ક્રિસ્ટલ સંરચનામાં એક વળાંક જે પ્રકાશ પસાર થવાની રીતેને બદલે છે. વિશ્વમાં 30થી ઓછા લાલ હીરા છે. અને તે નાના આકારમાં જોવા મળે છે.
ટૈફાઇટ (Taaffeite)
ટૈફાઇટના શોધની કહાનીઓ રસપ્રદ છે. તેને પ્રથમ વખત 1945માં જબલિન, આયરલેન્ડમાં એક પોલીશ કરેલા પથ્થરના રૂપમાં મળી આવ્યો હતો. જેને શરૂઆતમાં સ્પિનલ સમજવામાં આવ્યુ હતુ. તેનો રંગ ચમકદાર લવેન્ડરથી લઇને ગુલાબી સુધી જોવા મળતો હતો. મુખ્યરૂપથી શ્રીલંકા અને તંજાનિયામાં મળી આવનાર ટૈફાઇટ ખૂબ દુર્લભ છે. તેમાં અમુક જ રત્નોવાળા નમૂનાઓ છે. તેની કિંમતો આસમાને પહોંચે તેવી છે.
ગ્રૈંડિડિએરાઇટ (Grandidierite)
ગ્રૈંડિડિએરાઇટ અત્યંત દુર્લભ રત્ન છે. વર્ષ 1902માં મડાગાસ્કરમાં તેની શોધ થઇ હતી. તેનો રંગ ભૂરો છે. તે બોરોસિલિકેટ એલ્યુમિનિયમ-સમૃદ્ધ, બોરોન-યુક્ત પર્વતોમાં મળી આવે છે. ગ્રૈંડિડિએરાઇટ કદમાં નાના અને અપારદર્શી હોય છે. તેને સારી રીતે પોલીશ કરવામાં આવે છે. મોતી જેવી ચમક તેને ઉચ્ચ શ્રેણીમાં સમાવે છે. ગ્રૈંડિડિએરાઇટ દુર્લભ પથ્થર છે.
સેરેન્ડિબાઇડ (Serendibite gem)
સેરેન્ડિબાઇડ એક અત્યંત દુર્લભ પથ્થર છે. તે શ્રીલંકામાં 1902માં શોધાયો હતો. તે ચમકતો પથ્થર છે. તેનો રંગ ભુરાથી લઇને લીલા અને કાળા રંગ સુધી જોવા મળે છે. તે તેની જટિલ રાસાયણિક રચના માટે જાણતો છે. તેમાં કેલ્શિયમ, મેગ્નીશિયમ અને બોરોન જેવા તત્વો સામેલ છે. મ્યાનમારના મોગોક ક્ષેત્રમાં આ રત્ન માટે નવા સ્ત્રોત મળી આવ્યા છે.
કિંમતી કોહિનૂર હીરા
દુનિયામાં કિંમતી હીરામાં કોહિનૂરનું નામ સૌથી પહેલા આવે છે. તેની ચમકની સામે અન્ય હીરાઓ ફીકા પડે છે. પણ અન્ય કેટલાક પથ્થરો એવા છે જે તેની કિંમત અને દુર્લભતાના કારણે વિશ્વમાં ચર્ચાનો વિષય છે.
1. ગુલાબી હીરો જે દુનિયાનો સૌથી મોંઘો પથ્થર છે. તેનું વજન 59.6 કેરેટ છે. 2017માં તેને 71 મિલિયન ડૉલર એટલે 580 કરોડ રૂપિયામાં વેંચવામાં આવ્યો હતો. આ હીરાની ગુલાબી ચમક રાત્રે પણ યથાવત્ હોય છે.
2. ઓસ્ટ્રેલિયાનો આ કાળો ઓપલ રત્નનો રાજા ગણવામાં આવે છે. તેમાં ઇન્દ્રધનુષના તમામ રંગ છે. તેથી તેનું નામ ‘ઓરોરા ઓસ્ટ્રેલિસ’ છે. તેની કિંમત 1 મિલિયન ડૉલર પ્રતિ કેરેટ છે. આ પથ્થર જોવામાં એવો લાગે છે જાણે આકાશનો ટુકડો હાથમાં હોય. દુર્લભતાના કારણે તેની કિંમત કોહિનૂર સમાન છે.
3. આ ભુરો હીરો શ્રાપિત માનવામાં આવે છે. પરંતુ તેની કિંમત ઘણી છે. તે વજનમાં 45.52 કેરેટ છે. તો કિંમત 250 મિલિયન ડૉલર એટલે કે 2 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તે સ્મિથસોનિયન મ્યુઝિયમમાં મુકવામાં આવ્યો છે. રાત્રે તે ભુરો પ્રકાશ ફેલાવે છે. ઇતિહાસમાં તે રાજા-મહારાજાઓનો પસંદગી હીરામાંનો એક હીરો હતો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચોઃ Nepal Earthquake: નેપાળમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, અઠવાડિયામાં બીજી વખત ધરતી ધ્રુજી


