રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી 4 અને 5 એમ 2 દિવસીય મુલાકાતે ભારત પ્રવાસે આવી રહ્યા છે, પરંતુ ભારત આવતા પહેલાં તેઓ વડાપ્રધાન મોદીને મોટી ભેટ આપી શકે છે. જી હાં, હકીકતમા, ભારત અને રશિયા વચ્ચે એક ડિફેન્સ ડીલ રિસીપ્રોકલ એક્સચેન્જ ઑફ લોજિસ્ટિક્સ એગ્રિમેન્ટની ચર્ચા ચાલી રહી છે, જેના પર આજે રશિયાની સંસદના નીચેના ગૃહ ‘સ્ટેટ ડુમા’માં મતદાન થઈ શકે છે. જો મતદાન કરારના પક્ષમાં જશે તો બંને દેશો વચ્ચેની આ ડીલ આજે ફાઇનલ થઈ જશે.
શું છે રક્ષા કરાર RELOS?
ભારત–રશિયા વચ્ચેનો પ્રસ્તાવિત RELOS કરાર લોજિસ્ટિક સપોર્ટ, સંયુક્ત યુદ્ધાભ્યાસ અને આપત્તિ વ્યવસ્થાપનમાં બંને દેશોની સેનાઓ વચ્ચેનું સમન્વય વધુ મજબૂત થશે. આ સિવાય દ્વિપક્ષીય સૈન્ય લોજિસ્ટિક્સ ડીલ છે, જે બંને દેશોની સેનાઓને મજબૂત બનાવશે. બંને દેશોની સેનાઓ માટે એકબીજાના સૈનિક અડ્ડા, બંદરગાહો અને રક્ષા સુવિધાઓનો ઉપયોગ કરવો સરળ બનશે. આ કરાર અમેરિકાની સાથે ભારતના લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઑફ એગ્રીમેન્ટથી પ્રેરિત છે.
ભારતના પ્રવાસે આવી રહ્યા છે પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 2 દિવસની રાજકીય મુલાકાતે ભારત આવી રહ્યા છે. તેઓ 4 અને 5 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારત–રશિયા શિખર સમ્મેલનમાં ભાગ લેશે અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.


