જોધપુરમાં જન્મેલી મિતાલી રાજે (Mithali Raj)1999માં પોતાની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ (One Day International) મેચ રમી હતી. ત્યારથી તે આજ સુધી રમી રહી છે. આ સાથે જ મિલાતી રાજે સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.મિતાલી રાજે હાલમાં પોતાના 23 વર્ષના કરિયરને અલવિદા કહ્યું છે. આજે એટલે કે, 3 નવેમ્બરના રોજ મિતાલી રાજ 43 વર્ષની થઈ રહી છે. ભારતમાં મહિલા ક્રિકેટનો ચેહરો બદલનારી અને મહત્વ આપવાનો ફાળો શ્રેય મિતાલી રાજને જાય છે. જાણીએ તેના જીવનના સંધર્ષની સ્ટોરી
મિતાલીની સફળ ક્રિકેટ કારકિર્દી
મિતાલી રાજે તાપસી સાથે એક કેક પણ કાપ્યો છે. મિતાલી રાજ ટી20 ઈન્ટરનેશનલમાંથી સન્યાસ લઈ ચુકી છે. તે અત્યારે ટેસ્ટ અને વનડેમાં ભારતીય ટીમની કેપ્ટન છે. મહિલા વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મિતાલીના નામે સૌથી વધુ રન (6888) નોંધાયેલા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ 2364 રન બનાવનારી ભારતીય મહિલા ક્રિકેટર પણ છે. દુનિયામાં માત્ર પાંચ મહિલા જ ટી20 ક્રિકેટમાં તેના કરતા વધુ રન બનાવી શકી.
દુનિયાની સૌથી મહાન બેટસમેન
વર્ષે 2017માં ભારતીય મહિલા ટીમ વનડે વર્લ્ડકપમાં ફાઈનલ સુધી પહોંચી અને તેનો સામનો ઈંગ્લેન્ડ સામે હતો. ત્યારે ચાહકોના ચહેરા પર કાંઈ એવું જોવા મળ્યું કે, પહેલા ક્યારે જોવા મળ્યુ ન હતુ, ભારતની બેટિંગ ચાલી રહી હતી અને ટીમની કેપ્ટન બાઉન્ડ્રી લાઈન પાસે બેસી પુસ્તક વાંચી રહી હતી. આ ખેલાડી કોઈ બીજી નહિ પરંતુ મિતાલી રાજ હતી.મિતાલી રાજ જે ભારતની નહિ પરંતુ દુનિયાની સૌથી મહાન બેટસમેનમાંથી એક છે.
બાળપણમાં ક્રિકેટ જોડાયેલી હતી
મિતાલી રાજ બાળપણમાં ક્રિકેટ રમતની સાથે-સાથે ભારતનાટ્યમ પણ કરતી હતી. મિતાલી રાજના પિતાએ નિર્ણય લીધો હતો કે, તેની પુત્રી ક્રિકેટર જ બનશે. તે સમયમાં ભારતમાં મહિલા ક્રિકેટરનું સ્તર ખુબ નીચે હતુ પરંતુ મિતાલીની કિસ્મત હતી તે મહિલા ક્રિકેટરે નવો રાહ ચીંધ્યો હતો.
ડાન્સનો હતો શોખ
મિતાલી રાજ બાળપણમાં ક્લાસિકલડાન્સ શીખતી હતી અને માત્ર 10 વર્ષની ઉંમરે મિતાલી ભરતનાટ્યમમાં એક્સપર્ટ થઈ ગઈ હતી. મિતાલી ક્લાસિકલ ડાન્સમાં જ પોતાની કારકિર્દી બનાવવા માગતી હતી, પરંતુ ક્રિકેટના કારણે તેનો ડાન્સ છુટી ગયો.


