આ અકસ્માત સવારે 10:45 વાગ્યે થયો હતો. પરંતુ પાયલટ સમયસર બહાર નીકળી ગયો અને સુરક્ષિત રીતે ઉતર્યો હતો.
કેલિફોર્નિયામાં F-16C ફાઇટીંગ ફાલ્કન જેટ ક્રેશ
થંડરબર્ડ્સ ટીમનું એક F-16C ફાઇટીંગ ફાલ્કન ફાઇટર જેટ કેલિફોર્નિયામાં તાલીમ મિશન દરમિયાન ક્રેશ થયુ હતુ. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. અને તેની હાલત સ્થિર છે. ચાઇના લેક નેવલ એર સ્ટેશન અને સ્થાનિક ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને અકસ્માતની તપાસ શરૂ કરી હતી. વાયુસેના દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે પાયલટ સ્થિર સ્થિતિમાં છે અને તેને વધુ તબીબી સારવાર મળી રહી છે.
તપાસ બાદ અકસ્માતનું કારણ નક્કી કરવામાં આવશે.
તાલીમ મિશન નિયંત્રિત હવાઈ ક્ષેત્રમાં થઈ રહ્યું હતું. અકસ્માત પછી તરત જ, જે લોકોએ પાયલટને આકાશમાં પેરાશૂટ સાથે નીચે ઉતરતા જોયો હતો. જેટ ક્રેશમાંથી ધુમાડો નીકળતો અને સૂકા તળાવના તળિયા પર ફેલાયેલા કાટમાળ દેખાય છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને 57મી વિંગ પબ્લિક અફેર્સ ઓફિસ વધુ માહિતી પ્રદાન કરશે. તાલીમ મિશન દરમિયાન પાયલટ કયા કારણોસર બહાર નીકળ્યો તે હાલમાં સ્પષ્ટ નથી. કારણ કે ખામી તપાસ પછી જ નક્કી થશે.
F-16 ક્રેશ ક્યાં થયું?
સ્થાનિક એજન્સીઓએ પણ તાત્કાલિક ઘટનાસ્થળે બચાવ અને અગ્નિ નિયંત્રણ કામગીરીમાં ભાગ લીધો હતો. સાન બર્નાર્ડિનો કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે પુષ્ટિ આપી હતી કે તેઓ ચાઇના લેક નેવલ એર સ્ટેશન પર કટોકટી ટીમને મદદ કરી રહ્યા છે. વિભાગના પ્રવક્તા રાયન બેકરે જણાવ્યું હતું કે તેમને સવારે 10:30 વાગ્યે ક્રેશનો અહેવાલ મળ્યો હતો અને તરત જ આગ કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જ્યાં અકસ્માત થયો તે વિસ્તાર સૂકા તળાવનો ભાગ છે, જ્યાં તાલીમ મિશન દરમિયાન ફાઇટર જેટ ઘણીવાર નીચા સ્તરે ઉડે છે.
આ પણ વાંચોઃ Putin India Visit: અમેરિકા અને યુરોપ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી ચિંતિત, જાણો શું છે કારણ?


