અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે ઈન્ડિગો એરલાઈન્સના અયોગ્ય સંચાલનને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે સમગ્ર દેશમાં ઈન્ડિગોની 131 ફ્લાઈટો રદ થયા બાદ, આજે અમદાવાદથી ઉડાન ભરતી 7 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય 12 ફ્લાઈટ્સ સમય કરતાં મોડી ચાલી રહી છે, જેના કારણે એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે.
હાલાકીનો હવાઈ પ્રવાસ
સૌથી ગંભીર બાબત એ છે કે કેટલીક ફ્લાઈટમાં તો મુસાફરોનો લગેજ લીધા બાદ કેન્સલ થઈ હતી, જેના કારણે મુસાફરોની મુશ્કેલી અનેકગણી વધી ગઈ હતી. ફ્લાઈટ કેન્સલ થવાના કારણે અનેક મુસાફરોના મહત્ત્વના કામકાજ ખોરવાયા છે, જેમાં બિઝનેસ મીટિંગ્સ, લગ્ન પ્રસંગો અને વિદેશ પ્રવાસનો પણ સમાવેશ થાય છે. ફ્લાઈટ રદ થતાં મુસાફરો એરપોર્ટ પર લાંબા સમય સુધી રઝળ્યા હતા અને ઈન્ડિગોની બેદરકારી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. મુસાફરોએ વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા અને થયેલા નુકસાન સામે વળતર આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો : Vadodara News : ગોવા, હૈદરાબાદ, મુંબઈ જતાં મુસાફરોની હાલત કફોડી, ઈન્ડિગોની 6 ફ્લાઈટ રદ, એરપોર્ટ પર ભારે હાલાકી


