વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના વ્લાદીમીર પુતિનની કાર વાળી સેલ્ફી માત્ર ભારતમાં જ વાયરલ નથી થઇ રહી. પરંતુ આને અમેરિકી સંસદના હોલમાં પણ જોવા મળી છે. જી હાં, હવે આ ફોટો બતાવીને અમેરિકી કોંગ્રેસની અંદર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરવામાં આવી રહ્યા છે.
બંને દેશો વચ્ચે વધી રહેલા સંબંધને લઇને હવે અમેરિકી સંસદમાં હોબાળો
થોડાં દિવસ પહેલા જ રશિયાના વડાપ્રધાન વ્લાદીમીર પુતિન ભારત પ્રવાસે આવ્યા હતા. બંને દેશોના પીએમ વચ્ચે બેઠક પણ થઇ હતી. જેમાં અનેક મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવી.એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન યુદ્ધને લઇને શાંતિ વાર્તા કરી રહ્યા છે અને બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ મુલાકાત કરી જેને કારણે અન્ય દેશોના પેટમાં તેલ રેડાયું છે. બંને દેશો વચ્ચે વધી રહેલા સંબંધને લઇને હવે અમેરિકી સંસદમાં હોબાળો મચ્યો છે.
સંસદમાં મોદી-પુતિનનુ પોસ્ટર બતાવી વિરોધ કરાયો
અમેરિકાના વિપક્ષી પક્ષ, ડેમોક્રેટ્સે, અમેરિકા-ભારત સંબંધોને નુકસાન પહોંચાડવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે.ડેમોક્રેટ્સે સંસદની અંદર મોદી અને પુતિનના ફોટાવાળા પોસ્ટરો અને મોદી-પુતિન-શી જિનપિંગની છબી પ્રદર્શિત કરી હતી, જેના પર ટ્રમ્પની નિષ્ફળ વિદેશ નીતિ લખેલું હતું.અમેરિકાની વિદેશ નીતિ પર કોંગ્રેસની સુનાવણી દરમિયાન, ડેમોક્રેટિક કોંગ્રેસવુમન સિડની કમલાગર-ડોવે આ પોસ્ટર પ્રદર્શિત કર્યું અને દાવો કર્યો કે અમેરિકાની પોતાની નીતિઓ ભારત અને રશિયાને એકબીજાની નજીક લાવી રહી છે.
આ પણ વાંચોઃ જર્યોજિયા મેલોનીએ PM મોદીને ઇટલી આવવાનુ આપ્યુ આમંત્રણ, પીએમ મોદીએ કહ્યુ હાં…..


