ઇટલીના વિદેશ મંત્રી તજાનીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ સકારાત્મક ગણાવી હતી.આ દરમિયાન, ઇટાલિયન પ્રતિનિધિમંડળે વડાપ્રધાન જ્યોર્જિયા વતી પીએમ મોદીને 2026 માં ઇટલીની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું છે.
2026 માં ઇટલીની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યુ
ઇટલીના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાની હાલમાં ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમણે બુધવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જેને તાજાનીએ ખૂબ જ સકારાત્મક અને ઉપયોગી ગણાવી.આ મુલાકાત દરમિયાન, તાજાનીએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને 2026 માં ઇટલીની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું.
ભારત-ઇટલી સંબંધો એક નવા તબક્કામાં પ્રવેશ્યા
વિદેશ મંત્રી તાજાનીએ જણાવ્યું હતું કે ભારત-ઇટલી સંબંધો એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે અને આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધુ વેગ પકડશે.ભારત અને ઇટલી એકબીજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારો છે અને આવનારો સમય બંને દેશો માટે વધુ સારી સંભાવનાઓ લાવશે.
ઇટલીના પીએમ મેલોનીના ભારત પ્રવાસ પર શું બોલ્યા તજાની?
જ્યારે પત્રકારો દ્વારા ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની ક્યારે ભારતની મુલાકાત લેશે તે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ પ્રધાન તાજાનીએ કહ્યું, અમે હજુ સુધી નક્કી કર્યું નથી કે તેઓ 2026 માં ક્યારે ભારતની મુલાકાત લેશે.બેઠક દરમિયાન, બંને નેતાઓએ ઔદ્યોગિક નિગમો, સાંસ્કૃતિક સંબંધો, વેપાર, ટેકનોલોજી અને રાજદ્વારી ભાગીદારી પર વિગતવાર ચર્ચા કરી.તજાનીએ ખાસ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતને આગળ વધારવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે દલીલ કરી હતી કે ભારતનો વધતો વૈશ્વિક પ્રભાવ આ દિશામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચોઃ Pakistan પર ફરી એક વખત Trump મહેરબાન, F-16 ફાઇટર જેટ સિક્રેટ વેચવા થયા તૈયાર


