વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને આફ્રિકી દેશો વચ્ચે સંબંધ નવી ઉંચાઇઓ સુધી પહોંચ્યા છે. ભારતની વિદેશ નીતિનુ ખાસ ફોકસ આફ્રિકી દેશો પર રહ્યો છે અને આનુ સૌથી મોટું ઉદાહરણ છે. પીએમ મોદીનુ આફ્રિકી દેશોનો પ્રવાસ…પીએમ મોદીના નેતૃત્વમાં ભારત અને આફ્રિકાના સંબંધોનો અભૂતપૂર્વ વેગ મળ્યો છે. આફ્રિકા, જે એક સમયે ભારતની વિદેશ નીતિનો મર્યાદિત ભાગ હતું, તે આજે ભારતની વ્યૂહાત્મક, આર્થિક અને વૈશ્વિક ભાગીદારીનો એક મહત્વપૂર્ણ સ્તંભ બની ગયું છે.
નવા સ્તર પર ભારત-આફ્રિકાના સંબંધ
છેલ્લાં 11 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-આફ્રિકા સંબંધોની રણનીતિક ભાગીદારીને એક નવા સ્તર પર પહોંચાડ્યુ છે. છેલ્લા એક વર્ષની જો વાત કરીએ તો પીએમ મોદીએ પોતાની યાત્રાઓ દ્વારા આફ્રિકાની સાથે આ જોડાણ વધુ ઝડપી કર્યુ છે. આ મુલાકાતોએ સમગ્ર આફ્રિકામાં રાજદ્વારી અને વિકાસ સંબંધોને મજબૂત બનાવ્યા છે. ચાલો છેલ્લા એક વર્ષમાં પીએમ મોદીની આફ્રિકન દેશોની મુલાકાતો પર એક નજર કરીએ.
દક્ષિણ આફ્રીકાઃ નવેમ્બર 2025
ઘાનાઃ જુલાઇ 2025
નામીબિયાઃ જુલાઇ 2025
મોરેશિયસઃ માર્ચ 2025
નાઇઝીરિયાઃ નવેમ્બર 2024
આફ્રિકા નીતિને મળી નવી દિશા
વડાપ્રધાન મોદીએ આફ્રિકાને સમાન ભાગીદારના રૂપમાં જોયા છે. તેમની નીતિનો મૂળ મંત્ર રહ્યો છે વિકાસ માટે વિકાસ, ન કે પ્રભુત્વ માચે સહયોગ.પીએમ મોદી અત્યાર સુધીમાં 10થી વધુ આફ્રિકી દેશોની યાત્રા કરી ચૂક્યા છે. જેમાં કેન્યા, તાન્ઝાનિયા, મોજામ્બિક, રંવાડા અને યુંગાડા જેવા દેશો પણ સામેલ છે. તેમણે ભારતીય વડા પ્રધાન તરીકે પહેલી વાર ઘણા દેશોની મુલાકાત લીધી, જેનાથી બદલાતા ભારતનો સંદેશ મળ્યો.
ભારતની રહી ઐતિહાસિક ભૂમિકા
2023માં ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન વડાપ્રધાન મોદીના પ્રયાસો દ્વારા આફ્રિકી સંઘને G20ની સ્થાયી સદસ્યતા મળી. આ પગલુ ભારત-આફ્રિકા સંબંધોમાં એક ઐતિહાસિક મીલનો પત્થર માનવામાં આવ્યો છે. એટલુ જ નહીં ભારતે આફ્રિકામાં જે રીતે વિકાસ સહયોગ આપ્યો. તે પશ્ચિમી અથવા ચીની મોડલથી અલગ છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ અર્થે આવે છે. જેમાં ડિઝિટલ શિક્ષા અને સ્કિલ ડેવલોપમેન્ટ પણ સામેલ છે.


