પીએમ મોદી હાલમાં 3 દેશોના વિદેશ પ્રવાસે છે. જોર્ડનની મુલાકાત બાદ તેઓ ઇથોપિયાની મુલાકાતે છે. ઇથોપિયા પૂર્વ આફ્રિકી દેશ છે. જ્યાં પીએમ મોદીનું આગમન થતા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. તેઓને સૌથી મોટા સન્માન સાથે સન્માનિત કરવામાં આવ્યા છે.
પીએમ મોદીના સન્માનમાં ડીનરનું કરાયુ આયોજન
પીએમ અહમદ અલીએ પીએમ મોદીને સન્માનમાં બેન્ક્વેટ ડીનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઇથોપિયન બેન્ડમાં વંદેમાતરમ તેઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું ત્યારે પીએમ મોદી ખુશીથી ઝૂમી ઉઠ્યા. પીએમ મોદી જ્યારે યજમાન પ્રધાનમંત્રી સાથે ડીનર કરી રહ્યા હતા ત્યારે એક ઇથોપિયન બેન્ડ દ્વારા વંદે માતરમ ગાવામાં આવ્યું. જે સાંભળીને પીએમ મોદી મંત્રમુગ્ધ થઇ ગયા. પીએમ મોદી ખૂબ જ ખુશ થઇ ગયા અને હાથ ઊંચા કરીને તાલીઓ પાડતા જોવા મળ્યા.
આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી: પીએમ મોદી
સોશિયલ મીડિયા પર આ ક્ષણને યાદ કરતા પીએમ મોદીએ પોસ્ટ શેર કરી કે પ્રધાનમંત્રી અબીય અહેમદ અલી દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન ઇથોપિયન ગાયકોએ વંદે માતરમનું અદ્ભુત ગીત રજૂ કર્યું. તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી, ખાસ કરીને એવા સમયે જ્યારે આપણે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.
ઇથોપિયાના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત
મહત્વનું છે કે મંગળવારે પીએમ મોદીને તેમના ઇથોપિયન સમકક્ષ અબીય અહેમદ અલી દ્વારા ઇથોપિયાના સર્વોચ્ચ સન્માન ઇથોપિયાના મહાન સન્માન નિશાનથી નવાજવામાં આવ્યા હતા. એડિસ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક ખાસ સમારોહ દરમિયાન મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. પીએમ મોદી આ સન્માન મેળવનારા પ્રથમ વૈશ્વિક રાષ્ટ્ર અથવા સરકારના વડા છે.
ઇથોપિયાનો આભાર- પીએમ મોદી
આ સન્માન અંગે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીને ભારત અને ઇથોપિયા વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવામાં અને વૈશ્વિક રાજનેતા તરીકે તેમના નેતૃત્વ માટે અસાધારણ યોગદાન બદલ આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માન અંગે પીએમ મોદીએ કહ્યું કે મને ઇથોપિયાના મહાન સન્માનથી સન્માનિત થવાનો ગર્વ છે. હું આ સન્માન આ દેશના 1.4 અબજ લોકોને સમર્પિત કરું છું. તેમણે આ સન્માન માટે પ્રધાનમંત્રી અબી અને ઇથોપિયાના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો.
<a href="
==” target=”_blank”>
==


