અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારમાં ખુશીનો માહોલ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 15 ડિસેમ્બરે 2025ની રાત્રે વ્હાઇટ હાઉસમાં આયોજિત ક્રિસમસ પાર્ટી દરમિયાન એક મહત્વની જાહેરાત કરી હતી. તેમના મોટા દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરની સગાઇ પામ બીચની સોશલાઇટ બેટિના એન્ડરસન સાથે કરવામાં આવી છે. આ તકે ટ્રમ્પ જૂનિયરે પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યુ કે બેટિનાએ તેમના પ્રપોઝલને હાં કહીને સ્વીકાર કર્યો.
ચર્ચામાં જૂનિયર ટ્રમ્પ અને તેની ગર્લફ્રેન્ડ
અનેક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કપલ છેલ્લાં એક વર્ષથી એક બીજાની સાથે છે. ટ્રમ્પ પરિવારમાં બેટિનાની અવર જવર પહેલેથી જ ચર્ચામાં છએ. ટ્રમ્પ જુનિયર ડિસેમ્બર 2024માં પામ બીચમાં એન્ડરસનની બર્થડે પાર્ટીમાં સામેલ થયા હતા. ટ્રમ્પ જૂનિયાર બેટિનાને માર એ લાગોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા સમારોહમાં પોતાના મહેમાનના રૂપમાં લાવવામાં આવી હતી. બાદમાં એન્ડરસન આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં તેમની સાથે ગયા હતા.હવે બંનેની ઓફિશિયલ સગાઇ થઇ છે.
ટ્રમ્પ જૂનિયરની ત્રીજી સગાઇ
ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા જૂનિયર ટ્રમ્પની આ ત્રીજી સગાઇ છે. તેમણે સૌથી પહેલા 2004માં પૂર્વ પત્ની વેનેસાને પ્રપોઝ કર્યુ હતુ, બાદમાં તે બંનેના લગ્ન થયા. આ રિલેશન આશરે 13 વર્ષ રહ્યો, પરંતુ 2018માં વેનેસાથી ડિવોર્ઝ લીધો. બાદમાં ટ્રમ્પ જૂનિયરની સગાઇ કિમ્બર્લી ગુઇલફોય સાથે થઇ, જે તે સમયે રિપબ્લિકન પાર્ટીની પ્રમુખ સમર્થક હતી. 2024ના અંતમાં આ સંબંધ સમાપ્ત થઇ ગયો.
કોણ છે બેટિના એન્ડરસન?
બેટિના એન્ડરસન હેરી લોય એન્ડરસન જૂનિયર અને ઇંગર એન્ડરસનની દિકરી છે. એન્ડરસન એક સોશ્યલાઇટ, મોડલ અને ઇન્ફ્લ્યુઅન્સર છે. બેટિના સામાજીક કાર્યો સાથે જોડાયેલી રહી છે અને ઓડ્રે ગ્રસ દ્વારા સ્થાપિત હોપ ફોર ડિપ્રેશન રિસર્ચ ફાઉન્ડેશનની સમર્થક છે. બેટિના ફ્લોરિડા સ્થિત સંરક્ષણ પહલ પ્રોજેક્ટ પેરાડાઇઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તે પામ બીચ કાઉન્ટીના લિટરેસી કોએલિશનની સાથે નિયમિત રૂપથી સમાજ સેવાનુ કાર્ય પણ કરે છે.


