By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્રિસમસ પ્રેમ ને ઉદારતાથી જીવવાનું શીખવે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ક્રિસમસ પ્રેમ ને ઉદારતાથી જીવવાનું શીખવે છે

AgraGujarat Rajkot
Last updated: 2025/12/18 at 5:04 AM
3 months ago
Share
ક્રિસમસ પ્રેમ ને ઉદારતાથી જીવવાનું શીખવે છે
SHARE

ઈસુ મસીહા માનવ ધર્મને સમજાવીને લોકોમાં સદ્ભાવનાનું જાગરણ કરવા માગતા હતા. તે જગતને પ્રેમનો માર્ગ ચીંધાડીને હિંસા, કુકર્મથી બચાવવા માગતા હતા. વિશ્વમાં ચારે તરફ મધુરતા, શાંતિ અને પ્રેમથી સભર વાતાવરણ હોય તેવા જગતનું નિર્માણ કરવાનો તેમનો ઉદ્દેશ હતો. જોકે, આ મિશન આડે ઘણાં વિઘ્ન હતાં. ધર્મના નામે પાખંડ કરનાર કટ્ટરપંથી તેમના દુશ્મન બની ગયા હતા, કારણ કે આ લોકો ધર્મના નામે પોતાનો વ્યવસાય ચલાવતા હતા. ઈસુ મસીહાએ જે ઈશ્વરને પામવાનો સાચો અને સરળ માર્ગ ચીંધાડ્યો તે કટ્ટરપંથી માટે નુકસાનકારક હતો, કારણ કે લોકો આ મસીહાના માર્ગે વળવા લાગ્યા હતા. તેથી ઈસુ મસીહા પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દેવામાં આવ્યું, પણ મસીહાએ તેમના અંતિમ શ્વાસ સુધી તેમના આદર્શ સાથે બાંધછોડ ન કરીને અને જગતને પ્રેમ અને કરુણાથી સીંચતા રહ્યા.

ઈસુનો જન્મ અને ઉદ્દેશ્ય

ઈસુ મસીહાનો જન્મ જેરુસલેમના જંગલમાં થયો હતો. જન્મ બાદ તેમને વીંટાળવા માટે કપડું પણ ન હતું. આ બાળ ઈસુ મસીહાને જંગલમાં પ્રાણીના ચામડામાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા. બાઈબલના આધારે કહીએ તો મરિયમને એવો સંદેશ મળ્યો હતો કે તેમની કૂખેથી ઈશ્વરપુત્ર જન્મ લેશે. ફિલિસ્તાનમાં હિરોદ નામનો રાજા રાજ કરતો હતો. તે સમયે મરિયમે ઈસુ મસીહાને જન્મ આપ્યો. બાળપણથી ઈસુને ધર્મ અને જ્ઞાનની વાતોમાં રસ હતો. તે બાર વર્ષના હતા ત્યારે સૌથી વધુ સમય ચર્ચમાં પસાર કરતા હતા અને તેમને ચર્ચનું આધ્યાત્મિક વાતાવરણ હંમેશાં પ્રભાવિત કરતું. ઈસુ જ્યારે ત્રીસ વર્ષના થયા ત્યારે તેમની મુલાકાત એક મહાત્મા યૂહનના, જે જોન નામે ઓળખાતા હતા તેમની સાથે થઈ. તેમનું પ્રવચન સાંભળ્યા બાદ ઈસુનું સમગ્ર જીવન બદલાઈ ગયું. જોનની દિવ્ય વાણીએ ઈસુને પણ માનવ ધર્મના સંરક્ષણ તરીકે કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી. તેમણે જોન પાસેથી દીક્ષા લીધી, પણ ગુરુના દર્શાવેલા પથ પર ચાલી નીકળ્યા. ત્રીસ વર્ષની ભરયુવાનીમાં તેમણે ગૃહત્યાગ કરી દીધો અને લોકોને નાતજાત, અમીર ગરીબીના ભેદભાવ ભુલાવીને પ્રેમ અને કરુણાનું હૃદયમાં નિર્માણ કરવાની પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે પ્રેમ, કરુણા અને સૌહાર્દથી જ જગતમાં પ્રભુનું રાજ્ય સ્થાપિત થશે. આ રીતે ઈસુ મસીહા દરેક મનુષ્યમાં સદ્ભાવનાનું ઝરણું વહેવડાવીને ધરતી પર જ સ્વર્ગસમું વાતાવરણ ઊભું કરવા માગતા હતા.

ઈસુ મસીહાના અનુયાયીઓની સંખ્યા વધવા લાગી હતી, તે ધર્મના નામે દંભ કરનાર લોકોને પરવડે તેમ ન હતું. કારણ લોકો ઈસુ મસીહા તરફ વળી રહ્યા હતા, તેથી ધર્મના નામે પોતાનો વ્યવસાય ચલાવનારને આ બાબત નુકસાનકારક સાબિત થતી હતી. માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે તેમણે ઇસુ મસીહાને પકડવાનું અને દંડ આપવાનું એક કાવતરું રચ્યું. કટ્ટરપંથીઓએ રોમન ગવર્નર પિલાતુસને ઈસુની ફરિયાદ કરી. પિલાતુસને પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટ્ટરપંથીના સમર્થનની જરૂર હતી, તેથી તેમણે તેમની ફરિયાદ સાંભળી અને તરત જ રોમન ગવર્નરે ઈસુ મસીહા મૃત્યુ ન પામે ત્યાં સુધી ક્રોસ પર લટકાવી દેવાની સજા ફરમાવી. લોહી નીતરતા આ મસીહાના દેહે તો નફરત અને ક્રૂરતાનો જવાબ પણ સ્નેહ અને સદ્ભાવથી જ આપ્યો. આખરે ક્રોસ પર જ તેમણે અંતિમ શ્વાસ લીધા.

કહેવાય છે કે મૃત્યુના ત્રણ દિવસ બાદ તેમનું પુનઃ ઉત્થાન થયું હતું. ત્યારબાદ 40 દિવસ પછી તે સીધા સ્વર્ગે સિધાવી ગયા. યાતનાને લીધે લોહીથી લથપથ મસીહાએ જતાં જતાં પણ વિરોધીને ક્ષમા આપતાં એટલું જ કહ્યું કે, `હે પ્રભુ, આ લોકોને તું માફ કરી દેજે, કારણ કે તે નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે.’ આવા હતા ઈસુ મસીહા જેમણે ક્ષમાશીલતા અને પ્રેમથી જગતમાં પોતાનું સ્થાન, અમર કરી દીધું.

પરંપરાઓ અને રિવાજો

સમય જતાં ધાર્મિક ઉજવણીની સાથે ક્રિસમસની અનેક સાંસ્કૃતિક પરંપરાઓનો વિકાસ થયો, જે તેને વૈશ્વિક પર્વ બનાવે છે.

ક્રિસમસ ટ્રી ઉત્પત્તિ : આધુનિક ક્રિસમસ ટ્રીની પરંપરા જર્મનીમાંથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે, જ્યાં 16મી સદીમાં સદાબહાર વૃક્ષોને સજાવવામાં આવતાં હતાં.

મહત્ત્વ : સદાબહાર વૃક્ષ (Evergreen tree) એ અનંત જીવન અને ઈશ્વરના કાયમી પ્રેમનું પ્રતીક છે. આ ટ્રીને લાઇટ્સ, માળાઓ, તારાઓ અને અન્ય આભૂષણોથી સજાવવામાં આવે છે. ટ્રી પર લગાવેલો તારો બેથલહેમના તારાનું પ્રતીક છે, જેણે પૂર્વીય જ્યોતિષીઓને ઈસુના જન્મસ્થળ સુધી માર્ગદર્શન આપ્યું હતું.

સાન્તા ક્લોઝ/ ફાધર ક્રિસમસ

ઉત્પત્તિ : સાન્તા ક્લોઝની કથા સંત નિકોલસ (St. Nicholas) પર આધારિત છે, જે ચોથી સદીમાં ગ્રીસના માયરાના બિશપ હતા અને ગરીબો તથા બાળકોને ગુપ્ત રીતે ભેટ આપવા માટે જાણીતા હતા.

આધુનિક સ્વરૂપ : આધુનિક સાન્તા ક્લોઝનું સ્વરૂપ (લાલ ડ્રેસ, સફેદ દાઢી, રેન્ડિયર દ્વારા ખેંચાતી ગાડી) મુખ્યત્વે 19મી સદીમાં અમેરિકા અને યુરોપમાં વિકસિત થયું.

મહત્ત્વ : સાન્તા ક્લોઝ બાળકો માટે આશા, જાદુ અને ભેટ આપવાની ઉદારતાનું પ્રતીક છે.

ગિફ્ટ્સનું આદાનપ્રદાન

ક્રિસમસ પર ભેટો આપવાની પરંપરા પૂર્વીય જ્યોતિષીઓએ ઈસુના જન્મ સમયે આપેલા ત્રણ ઉપહારો (સોનું, લોબાન અને ગંધરસ)ની યાદ અપાવે છે. આ રિવાજ પ્રેમ અને ઉદારતા દર્શાવવાનો એક માર્ગ છે.

કેરોલ્સ અને સંગીત

ક્રિસમસ કેરોલ્સ (ગીતો) ગાવા એ એક મહત્ત્વપૂર્ણ પરંપરા છે. આ ગીતો ઈસુના જન્મની કથા, આનંદ અને શાંતિના સંદેશાને રજૂ કરે છે.

મિડનાઇટ માસ અને ક્રિસમસ ડિનર

મિડનાઇટ માસ : 24મી ડિસેમ્બરની મધ્ય રાત્રિએ ચર્ચમાં વિશેષ પ્રાર્થનાસભા (Midnight Mass) યોજવામાં આવે છે, જે ઈસુના જન્મનો પવિત્ર સમય ગણાય છે.

ક્રિસમસ ડિનર : 25મી ડિસેમ્બરે પરિવારો ભેગા મળીને ભવ્ય ભોજન (ક્રિસમસ ડિનર) લે છે, જેમાં પરંપરાગત રીતે ટર્કી, હૅમ, પ્લમ પુડિંગ જેવી વાનગીઓનો સમાવેશ થાય છે.

ક્રિસમસનું સાંસ્કૃતિક મહત્ત્વ

વિશ્વના વિવિધ પ્રદેશોમાં ક્રિસમસ જુદી જુદી રીતે ઉજવાય છે. જેમ કે, જર્મનીમાં ક્રિસમસ માર્કેટ્સ, સ્પેનમાં `થ્રી કિંગ્સ ડે’ અને લેટિન અમેરિકામાં `લા નવિદાદ’ની ઉજવણી. ક્રિસમસ પર લાંબી રજાઓ હોય છે, જે લોકોને પરિવાર સાથે સમય પસાર કરવા, મુસાફરી કરવા અને સામાજિક સંબંધો મજબૂત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

ક્રિસમસનો આધુનિક સંદેશ

પ્રેમ અને ઉદારતા: જેમ ઈસુ ખ્રિસ્તે લોકોને પ્રેમ કરવાનું શીખવ્યું, તેમ ભેટો અને દાન દ્વારા પ્રેમ વ્યક્ત કરવો.

શાંતિ અને સમાધાન : વિશ્વમાં શાંતિ અને સદ્ભાવનાની ભાવના ફેલાવવી.

આશા ને આનંદ : જીવનની મુશ્કેલીઓમાં ઉજ્જ્વળ ભવિષ્યની આશા રાખવી ને જીવનની નાની ખુશીઓની ઉજવણી કરવી.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/supplement

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
ગોંડલ

ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન

Editor By Editor 3 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?