ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં સ્થાનિકો સાથે એકત્ર થઇ જાય છે. તેમ પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ હતુ.
ભારતીયોને સંબોધિત કરતા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બન્ને દેશ વચ્ચે 70 વર્ષ જુનો કૂટનીતિનો સંબંધ છે. તેઓએ પોતાના સંબોધન દરમિયાન ઓમાનના પ્રિન્સ હૈથમની પ્રશંસા કરી હતી. વેપાર ક્ષેત્રે ઉન્નતીના દ્વાર ખુલ્યા છે. અને ભારતીય અર્થતંત્રના વખાણ કર્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, ભારતની અર્થવ્યવસ્થા તેજ ગતિએ આગળ વધી રહી છે. ઓમાન અને ભારત વચ્ચેના સંબંધો સમય સાથે મજબૂત થઇ રહ્યા છે.
ભારતનો થઇ રહ્યો છે સતત વિકાસઃ પીએમ મોદી
ભારત અને ઓમાન વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરુ થયો છે. ભારતની હરણફાળ વિકાસ ગતિ વિશ્વ માટે ઉદાહરણરૂપ છે. ભારત દરેક સેક્ટરમાં આગળ છે. અને પોતાની છાપ છોડી રહ્યુ છે. વૈશ્વિક સ્તરે ભારતની છવિ વધુ મજબૂત થઇ છે. ભારત પોતાના લક્ષ્યો સાથે આગળ વધતા હોવાનું પણ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ. દુનિયાની તુલનામાં ભારત સમય સાથે અને વિચારશીલ કામ કરીને આગળ વધી રહ્યુ છે.
અવકાશ સુધી ભારતનું નામ રોશનઃ પીએમ મોદી
આંકડાઓમાં ભારતની વિકાસગાથા 8 ટકાથી વધુ છે. ભારત મૂનના સાઉથ પોલ સુધી પહોંચ્યુ છે. અવકાશ ક્ષેત્રે પણ ભારતે પોતાનુ નામ સુવર્ણ અક્ષરોમાં લખાવ્યુ છે. મસ્કતમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અંતરિક્ષમાં હવે ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. ભારત સતત ગતિના પથ પર ચાલી રહ્યુ છે. અને તે પોતાના ઇરાદા વિશ્વને બતાવી રહ્યુ છે. કોરોનાની મહામારીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતે કોવિડ-19 વખતે દુનિયાને મદદ કરી હતી. અને સાથે જ ભારતે રેકોર્ડ ટાઇમમાં રસીકરણનું કામ પણ પૂર્ણ કર્યુ હતુ.
આ પણ વાંચોઃ PM Modi Oman Visit: પીએમ મોદીના આગમન સાથે ઓમાન “મોદી, મોદી”ના નારાથી ગુંજી ઉઠ્યું


