નિવૃત્ત NASCAR ડ્રાઈવર ગ્રેગ બિફલ, તેમની પત્ની અને તેમના બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
ફરી પ્લેન ક્રેશની ઘટના
અમેરિકા નોર્થ કૈરોલિનામાં બિઝનેસ જેટ પ્લેન ક્રેશ થયુ છે. જેમાં નિવૃત્ત NASCAR ડ્રાઇવર ગ્રેગ બિફલ તેમના પત્ની અને બે બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. વિમાન ટેક ઓફ બાદ પરત આવતા સમયે આ દુર્ઘટના થઇ હતી. આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ રમતગમતની દુનિયાથી લઈને સામાન્ય લોકો સુધી બધાને આઘાત પહોંચાડ્યો છે.
અકસ્માતનું કારણ અકબંધ
સેસ્ના C550 વિમાને સવારે 10 વાગ્યે સ્ટેટ્સવિલે પ્રાદેશિક એરપોર્ટથી ઉડાન ભરી હતી અને ફ્લોરિડા જઈ રહ્યું હતું, પરંતુ ટેકઓફ કર્યા પછી તરત જ તેણે એરપોર્ટ પર પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો. વિમાન જમીન સાથે અથડાયું અને આગમાં ભડકી ગયું. આ અકસ્માત ચાર્લોટથી લગભગ 72 કિલોમીટર ઉત્તરમાં થયો હતો. ઉત્તર કેરોલિના સ્ટેટ હાઇવે પેટ્રોલે અહેવાલ આપ્યો છે કે વિમાનમાં ટક્કર થતાં જ આગ લાગી હતી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કાર રેસરની મોતથી આઘાત
વિમાનમાં ગ્રેગ બિફલ, તેમની પત્ની ક્રિસ્ટીના, પાંચ વર્ષનો પુત્ર રાયડર અને 14 વર્ષની પુત્રી એમ્મા સવાર હતા. ડેનિસ ડટન, તેમનો પુત્ર જેક અને ક્રેગ વેડ્સવર્થ પણ સવાર હતા. પરિવાર નિવેદનમાં કહ્યુ હતું કે, તેઓ બધા તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ હતા અને તેમની ખોટ ક્યારેય ભરાશે નહીં. ગ્રેગ બિફલ 55 વર્ષના હતા. તેમણે ત્રણેય મુખ્ય NASCAR સર્કિટમાં 50 થી વધુ રેસ જીતી હતી. તેમણે 19 કપ સિરીઝ જીત મેળવી છે. તેમણે 2000 માં ટ્રક્સ સિરીઝ ટાઇટલ અને 2002માં એક્સફિનિટી સિરીઝ ટાઇટલ પણ જીત્યું હતું.
આ પણ વાંચોઃ ભારતે FTA દ્વારા US Tariffને ટાળવાનો શોધી કાઢ્યો માર્ગ, આ દેશો સાથે વાટાઘાટો શરૂ


