સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાન એકવાર ફરી બોખલાઇ ગયું છે. બોખલાહટ એટલી જોરદાર છે કે ક પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ભારત પર સંધિને નબળી બનાવવાનો આરોપ પણ લગાવ્યો છે. સાથે જ હંમેશાની જેમ એકવાર ફરી ગીદડભભકી ધમકી આપતા કહ્યું છે કે જો ભારતે પાણી અટકાવ્યું તો તેને યુદ્ધ સમાન પગલું માનવામાં આવશે.
સિંધુ જળ સંધિને લઈને ફરી એકવાર બોખલાયુ પાકિસ્તાન
દુનિયાભરમાં કટોરો લઈને ફરતું પાકિસ્તાન સિંધુ જળ સંધિને લઈને ફરી એકવાર બોખલાયુ છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત સતત સિંધુ જળ સંધિને નબળી કરવાની કોશિશ કરી રહ્યું છે અને તાજેતરની પ્રવૃત્તિઓ આ ઐતિહાસિક કરારની મૂળ ભાવના પર સીધો હુમલો છે.
ચીનાબ નદીના વહેણમાં આવેલ ફેરફાર અંગે સ્પષ્ટતા માગી
શુક્રવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઇશાક ડારે જણાવ્યું હતું કે પાકિસ્તાને ચીનાબ નદીના પાણીના વહેણમાં અચાનક આવેલા ફેરફારને લઈને ભારત પાસેથી સત્તાવાર રીતે સ્પષ્ટતા માગી છે. તેમણે કહ્યું કે આ મુદ્દો પાકિસ્તાન માટે અત્યંત સંવેદનશીલ છે, કારણ કે તેની સીધી અસર દેશની ખેતી અને સામાન્ય લોકોના જીવન પર પડશે.
પાણી અટકાવવું યુદ્ધ સમાન પગલું હશે
સિંધુ જળ સંધિ અંગે ગીદડભભકી આપતા પાકિસ્તાની વિદેશ મંત્રીએ કહ્યું કે જો ભારતે પાકિસ્તાનનું પાણી રોક્યું, તો તેને યુદ્ધની કાર્યવાહી તરીકે માનવામાં આવશે. તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ માત્ર બે દેશો વચ્ચેનો કરાર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અને પ્રાદેશિક સ્થિરતાની પાયારૂપ છે. ડારે વધુમાં કહ્યું કે એપ્રિલ મહિનામાં ભારતે એકતરફી રીતે સિંધુ જળ સંધિને ‘અસ્થાયી રીતે સ્થગિત’ કરવાનો નિર્ણય લીધો હતો, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને કરારોના વિરોધમાં છે.


