ત્યારથી લોકો તેમના જૂના એસીમાં સોનાની શોધ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયામાં એક કંપનીએ શુદ્ધ સોનાનો લોગો લગાવ્યો હતો.
લિમિટેડ-એડિશન એર કન્ડીશનર
દક્ષિણ કોરિયામાં એક વ્યક્તિને 20 વર્ષ જૂના એર કન્ડીશનરમાં શુદ્ધ સોનાનો લોગો મળ્યો હતો. આ શોધથી લોકોને તેમના જૂના એસીમાં સોનું શોધવાની પ્રેરણા મળી છે. લોકો 20 વર્ષ પહેલાં ખરીદેલા એસીમાં સોનું શોધી રહ્યા છે. 2005માં LG એ Whisun એર કન્ડીશનર નામનું લિમિટેડ-એડિશન એર કન્ડીશનર બહાર પાડ્યું. લગભગ 20 વર્ષ પહેલાં વેચાયેલા આ લિમિટેડ-એડિશન LG એર કન્ડીશનરનો લોગો શુદ્ધ સોનાનો બનેલો હોવાનું જાણવા મળ્યું.
વીડિયો થયો વાયરલ
વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વધારા વચ્ચે, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જૂના LG Whisun એર કંડિશનરનો લોગો આશરે ₹45,000માં વેચાઈ રહ્યો છે. આ વીડિયોએ ઘણો રસ જગાવ્યો છે. દક્ષિણ કોરિયાની એક દુકાનનો વીડિયો વાયરલ થયો છે. 11 ડિસેમ્બરના રોજ, સિઓલમાં એક જ્વેલરી શોપના માલિક, જે યુટ્યુબર પણ છે, તેમણે એક વીડિયો બનાવ્યો અને તેને યુટ્યુબ પર અપલોડ કર્યો. દુકાનના માલિકનું નામ રિંગરિંગ ઉન્ની છે. વીડિયોમાં એક ગ્રાહક તેના એર કંડિશનરમાંથી કાઢેલા સોનાનો એક નાનો ટુકડો લાવતો દેખાય છે.
https://youtu.be/PRujsAXJPcw?si=KM6wPRlOh5hz_3N_
તાજેતરમાં સોનાના ભાવ આસમાને
2005 માં, લોગોમાં વપરાયેલા 3.75 ગ્રામ સોનાની કિંમત 50 હજાર થી 70 હજાર વોનની વચ્ચે હતી. કોરિયા એક્સચેન્જના બંધ ભાવના આધારે, આ જ જથ્થાનું મૂલ્ય એક સમયે 763,425 વોન હતું. 15 ડિસેમ્બરે, બીજો એક ગ્રાહક વ્હિસુન લોગો ધરાવતો દાગીનો સ્ટોરમાં લાવ્યો. ફોલો-અપ વીડિયોમાં, દાગીનાની કિંમત 7,48,000 વોન અથવા 45,000 રૂપિયા હતી.


