પાકિસ્તાન મીડિયાના અહેવાલથી સમાચાર સામે આવ્યા છે કે ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને 17 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તોશાખાનાના 2 કેસમાં આ સજા સંભળાવવામાં આવી છે.
ભ્રષ્ટાચારના કેસમાં દોષિત જાહેર
પાકિસ્તાનના એક મોટા ભ્રષ્ટાચાર કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને મોટો ફટકો પડ્યો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ની એક ખાસ કોર્ટે તોશાખાના-II ભ્રષ્ટાચાર કેસમાં તેમને 17-17 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આ ચુકાદો આપતાં ઇમરાન ખાન અને બુશરા બીબીને દોષિત ઠેરવ્યા છે.
કોર્ટના ચુકાદા મુજબ ઇમરાન ખાનને વિશ્વાસઘાતના ગુના બદલ 10 વર્ષની જેલ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બુશરા બીબીને પણ આ જ આરોપો હેઠળ કુલ 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બંનેને ₹16.4 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરવા પર વધારાની જેલની સજા થશે.
ઇમરાનખાન છે જેલમાં
આ ચુકાદો સ્પેશિયલ જજ શાહરુખ અર્જુમંદ દ્વારા અદિયાલા જેલમાં સ્થાપિત ખાસ કોર્ટરૂમમાં આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન ઓગસ્ટ 2023 થી વિવિધ કેસોમાં જેલમાં છે. અગાઉ જાન્યુઆરી 2025 માં, ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની અને બુશરા બીબીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે તોશાખાના-I કેસમાં, ઇસ્લામાબાદ હાઇકોર્ટે એપ્રિલ 2024 માં સજા પર સ્ટે મૂક્યો હતો
આ પણ વાંચો- Assam Train Accident: રાજધાની એક્સપ્રેસને અચાનક જ અથડાયુ હાથીનું ઝૂંડ…8 હાથીના મોત


