દેશભરમાં શિયાળો હવે જામ્યો છે અને ઠંડીના કારણે અનેક જગ્યાઓ પર કામને અસર પહોંચી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ ભારે ઠંડીને કારણે 16 જિલ્લાઓની બધી શાળાઓ બંધ રાખવામાં આવી છે. દરેક જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)એ શાળાઓ બંધ રાખવાના આદેશો જાહેર કર્યા છે. DMના આદેશ મુજબ બધી બોર્ડ અને સંલગ્ન શાળાઓ 20 ડિસેમ્બર સુધી બંધ રહેશે. હાલના આદેશ મુજબ શાળાઓ હવે 22 ડિસેમ્બરે સીધી ફરી ખુલશે.
12મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ
જોકે, અલગ અલગ જિલ્લાઓએ અલગ અલગ રજાઓની તારીખો જાહેર કરી છે. કેટલાક જિલ્લાઓએ બોર્ડ પરીક્ષાઓને કારણે આઠમા ધોરણ સુધીના વર્ગો બંધ રાખ્યા છે, જ્યારે અન્ય જિલ્લાઓએ 12મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. વધુમાં કેટલાક જિલ્લાઓએ શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. ડીએમના આદેશ મુજબ બરેલી, કાનપુર, કાનપુર દેહત, જૌનપુર, ઔરૈયા, ઓરાઈ, હરદોઈ, રામપુર, સંભલ, બદાઉન, કાસગંજ, ગોંડા, પીલીભીત, આંબેડકર નગર, શાહજહાંપુરની 16 જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીના કારણે શાળાઓને બંધ રાખવામાં આવી છે.
21 ડિસેમ્બર સુધી શાળાઓ રહેશે બંધ
રાજ્યમાં ભારે ઠંડીને કારણે 7 જિલ્લાઓની શાળાઓને 20 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડીએમના આદેશ પછી બીએસએએ તે તમામ શાળાઓને મોકલી આપ્યો છે. સંભલ, કાનપુર, કાનપુર દેહાત, ઓરાઈ, હરદોઈ, ઔરૈયા અને આંબેડકર નગરના ડીએમઓએ જાહેરાત કરી છે કે શનિવારે 12મા ધોરણ સુધીના વર્ગો બંધ રહેશે. વર્તમાન આદેશ મુજબ, શાળાઓ 21 ડિસેમ્બર રવિવાર સુધી બંધ રહેશે અને 22 ડિસેમ્બરના રોજ સોમવારથી ફરી ખુલશે.
આગ્રામાં ઠંડીના કારણે શાળાના સમયમાં કરાયો ફેરફાર
દરમિયાન, રામપુર, બરેલી, ગોંડા, હાથરસ, શાહજહાંપુર, પીલીભીત, જૌનપુર, કાસગંજ અને બદાયૂંમાં આઠમા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આઠમા ધોરણ સુધીની શાળાઓ 20 ડિસેમ્બર સુધી બંધ રહેશે. વધુમાં, ઘણી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગ્રામાં ઠંડીના કારણે ધોરણ 1થી 8ના શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગ્રામાં હવે વર્ગો સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે.


