6 ડિસેમ્બરે દક્ષિણ આફિક્રાના પ્રિટોરિયાની પાસે બારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 12 લોકોના જીવ ગયા હતા. જેમાં ત્રણ બાળકો સામેલ હતા. જ્યારે આજે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે. જેમાં દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ નજીક આવેલા બેકર્સડલ ટાઉનશિપમાં અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી 11 લોકોની હત્યા કરી.
દક્ષિણ આફ્રિકામાં દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધતી જઇ રહી છે. દિવસે ને દિવસે હિંસાઓ બેકાબૂ બની રહી છે. હજુ તો 6 ડિસેમ્બરની ઘટના ભૂલાઇ નથી ત્યાં તો માત્ર 15 દિવસની વચ્ચે ફરી એક ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયાની પાસે આવેલા સોલ્સવિલે ટાઉનશિપમાં શનિવારે એક બારમાં થયેલા ફાયરિંગમાં 12 લોકોના મોત નીપજ્યા હતા. આ સિવાય 14 લોકો ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં અનેક વખત બની ફાયરિંગની ઘટના
1 જાન્યુઆરી 2025
એક બારમાં કરેલા ફાયરિંગ દરમિયાન 6 લોકોના મોત નીપજ્યા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.જેમાં બેના બાદમાં મોત નીપજ્યા હતા.
12 જાન્યુઆરી 2025
ગેબેરહા પૂર્વી કેપમાં ફાયરિગ દરમિયાન 6 લોકોના મોત નીપજ્યા હતા અને એક મહિલા ઘાયલ થઇ હતી.
19 એપ્રિલ 2025
દક્ષિણ આફ્રિકાના માર્બલ હોલ લિમ્પોપોમાં એક બિઅર બારમાં કોન્સર્ટ દરમિાન ફાયરિંગની ઘટના ઘટી જેમાં 5 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે બારના માલિકને પણ ગોળી લાગી હતી.
1 નવેમ્બર 2025
રીગર પાર્ક ઉપનગરમાં બંદૂકધારીઓ દ્વારા કરેલા ફાયરિંગ દરમિા 6 લોકોનુ મોત નીપજ્યુ હતુ.
23 નવેમ્બર 2025
વેસ્ટર્ન કેપમાં શંકાસ્પદ ગેંગ-સંબંધિત હુમલામાં વાહન ચલાવતી વખતે ચાર લોકોને ગોળી વાગી હતી.
6 ડિસેમ્બર 2025
સોલ્સવિલેમાં અનેક બંદૂકધારીઓએ પ્રિટોરિયાએ એક હોસ્ટેલમાં ફાયરિંગ કર્યુ હતુ. જેમાં 12 લોકોના મોત નીપજ્યા હતા.


