રાષ્ટ્રીય કવિ નઝરૂલ ઇસ્લામની કબર પાસે કટ્ટરપંથી ઉસ્માન હાદીને દફનાવવામાં આવ્યા છે જેનાથી વિવાદ થયો છે.
ઇતિહાસને ભૂંસી નાખવાના પ્રયાસો?
ગયા વર્ષે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર સત્તામાં છે. યુનુસની સરકાર દરમિયાન, લઘુમતીઓ પર અત્યાચાર વધ્યા છે. હિંસાની ઘટનાઓ વધી છે અને બાંગ્લાદેશના ભૂતકાળના ઇતિહાસને ભૂંસી નાખવાના પ્રયાસો ચાલે છે. યુનુસ સરકારે સૌપ્રથમ બાંગ્લાદેશના સ્થાપક પિતા, બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની સ્મૃતિ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો હતો. શેખ મુજીબુર રહેમાનના પૈતૃક ઘરની તોડફોડ કરાઇ હતી અને તેમના યોગદાનને બાળકોના પુસ્તકોમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
કબર બનાવતા વિવાદ
બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા ઉસ્માન હાદીના મૃતદેહને ઢાકા યુનિવર્સિટીમાં મસ્જિદ પાસે, ધર્મનિરપેક્ષતાની હિમાયત કરનારા બળવાખોર કવિ નઝરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યો હતો. તે જ સમયે, ઢાકા યુનિવર્સિટીના બંગબંધુ શેખ મુજીબુર રહેમાન હોલનું નામ બદલીને “શહીદ શરીફ ઓસ્માન હાદી હોલ” રાખવામાં આવ્યું છે. આનાથી ચર્ચા શરૂ થઈ છે અને તેને મુહમ્મદ યુનુસના બાંગ્લાદેશ ઇતિહાસને ભૂંસી નાખવાના બીજા પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
નઝરુલનો પરિવાર ચિંતામાં
પશ્ચિમ બંગાળના બર્ધવાનમાં નઝરુલ ઇસ્લામનો પરિવાર, હાદીને નઝરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યા બાદ ચિંતિત છે. પશ્ચિમ બર્ધવાનના ચુરુલિયામાં કવિ નઝરુલના જન્મસ્થળ પર, તેમના પરિવારને ડર છે કે બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિની કબર પર હુમલો થઈ શકે છે. નઝરૂલના પરિવારના સભ્યો, સોનાલી કાઝી અને સ્વરૂપ કાઝી કહે છે કે આ સંપૂર્ણપણે ખોટું છે. નિયમો અનુસાર, ફક્ત ચોક્કસ વ્યક્તિઓને જ તે સ્થળે દફનાવવામાં આવે છે. નઝરૂલની કબરની બાજુમાં હાદીને દફનાવવાના નિર્ણય પાછળ રાજકારણ છે.
આ પણ વાંચોઃ Bangladeshમાં કટ્ટરપંથી વિદ્યાર્થીઓની તોડફોડ, યુનિવર્સિટી અને ઓફિસને લગાવ્યા તાળા


